અમદાવાદ માં શાહીબાગ સરકીટ હાઉસ ખાતે ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસિયન ની પ્રથમ મીટિંગ મળી

“મહિલા પ્રત્રકારો ની વિવિધ ચર્ચા વિચારણા સાથે હક હિત અધિકાર સાથે સાથે મહિલા દુષ્કર્મ અટકાવવા અંગે જાગૃતિ અભિયાન ચિંતન શિબિર માં ૫૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો”

અમદાવાદ ખાતે તાજેતરમાં જ શાહીબાગ સરકીટ હાઉસ ખાતે ગત તારીખ ૨૮/૨/૨૦૨૨ ના રોજ ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસીએશનની રચના કરવામાં આવી છે જેના અનુસંધાને મહિલા ચિંતન પત્રકાર સંગઠનની રચનાઓ સાથે હોદ્દેદારોની વરણી કરવામાં આવશે અને અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ શહેર જિલ્લાઓમાં મહિલા પત્રકારોના હક હિત અધિકાર અંતર્ગત આ ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત મહિલા પત્રકારો માટે આ સંગઠનની રચના કરવામાં આવી છે જેમાં અમદાવાદથી સાપ્તાહિક અખબારનારી આવાજ પ્રસિદ્ધ કરતા નારી અવાજ ના તંત્રી કિર્તીબેન રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું

જેમાં સમાજસેવા ના ભાગરૂપે મહિલાઓના પ્રશ્નોને ઉજાગર કરવા હેતુ સર્વે મહિલા સંગઠિત થાય તેવા પ્રયાસો ના ભાગરૂપે ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસિએશનની રચના કરાઈ છે જેની પ્રથમ મીટીંગ માં જ સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કાડ મુદ્દા પર ગંભીર ચિંતન વ્યક્ત કરાયું હતું અને પત્રકાર મહિલાઓને સરકારી યોજનાઓ અંતર્ગત કે સરકારી કચેરીમાં પડતી હાલાકી અંતર્ગત સર્વે સંગઠનના સભ્યો એ ઉજાગર થવું તેમજ વિવિધ પ્રશ્નો મહિલાઓના તેમજ મહિલા પત્રકાર અંગેના આ શિબિરમાં ચિંતન ચિંતન સાથે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ૫૦થી વધુ પત્રકાર બહેનો હાજર રહ્યા હતા

જેમાં કિર્તીબેન રાઠોડ તેમજ વરિષ્ઠ પત્રકાર કોકીલાબેન ગઝલ ભાવનાબેન રાવલ મમતાબેન સોલંકી જાગૃતીબેન આચાર્ય ઉષાબેન દરબાર મીનાક્ષી બેન પ્રજાપતિ સહિત શાહનવાઝ બાનું શેખ શિરીન બેન સેખ સંગીતાબેન પંચાલ નિરાલી બેન પટેલ હેતલબા ચાવડા ભારતીબેન ભટ્ટ વિજુબેન આહીર મન બેન ધોળકિયા વગેરે ૫૦થી વધુ બહેનો આ ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસિએશનમાં પ્રથમ મિટિંગમાં ગંભીર મુદ્દાઓ સાથે ચર્ચા-વિચારણા કરી મહિલાઓના હક હિત અધિકાર સતે પત્રકારત્વ ક્ષેત્રે કાયદાકીય ક્ષેત્રે સમાજસેવા કાર્યક્ષેત્રે વગેરે વગેરે પ્રશ્નો અંતર્ગત મહિલાઓએ સતત ત્રણ કલાકની મિટિંગ માં ચર્ચા વિચારણાઓ સાથે એક તેની સાથે એક સૂર સંગઠિત સંગઠન વિશાળ તાકાત સાથે અન્યાય સામે ન્યાય માટે લડત આપવાની તૈયારીમાં તમામ બહેનો એક સૂર પૂરો પાડી મહિલા એકતાનો અવાજ એટલે ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસિએશન બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જે સમગ્ર કાર્યક્રમની તસવીર નજરે પડે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: