રાપર ખાતે ટી.બી. જનજાગૃતિ કાર્યક્રમની યોજાયો

રાપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના NSS એકમ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાપરના સંયુક્ત ઉપક્રમે રાપર કૉલેજમાં ટી. બી. જનજાગૃતિ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રા. શૈલેષભાઈ કાનાણીએ કાર્યક્ર્મની પૂર્વભૂમિકા બાંધી. ત્યારબાદ CHC રાપરમાંથી આવેલ ટી.બી. કાઉન્સેલર તરીકે કામગીરી કરતા શ્રી ચિરાગભાઈ સોલંકી દ્વારા ટી.બી.ના સંદર્ભમાં માહિતી આપવામાં આવી. તેમને ટી.બી. કેવી રીતે ફેલાય? ટી. બી. ના સામાન્ય લક્ષણો કયાં કયાં હોય છે? તેનાથી બચવા માટે શું કરી શકાય? તથા ૨૦૨૫ સુધીમાં ટી.બી. મુક્ત ભારત માટેના કાર્યક્રમની વાત કરી હતી.

ત્યારબાદ તેમના જ સાથી મિત્ર CHC રાપરમાં લેબ ટેકનિશિયન તરીકે કામગીરી કરતા શ્રી ચિરાગભાઈ પંડ્યા એ ટી.બી. ના સંદર્ભે કેટલીક ટેકનિકલ માહિતી આપી હતી. તેમાં તેમણે ટી.બી.ના પ્રકારો કયા કયા છે? કયા પ્રકારના ટેસ્ટ કરવાની જરૂરિયાત છે? તેના સામાન્ય ખર્ચ અને સરકારી દવાખાનામાં આ બિલકુલ ફ્રી થાય છે અને છ મહિના સુધી ટી. બી. ના દર્દીઓને ૫૦૦₹ ની એમ કુલ ₹૩૦૦૦ સુધીની સહાય પણ કરવામાં આવતી હોય છે, ટી.બી. અટકાવવા માટે કેવા કેવા પગલાં લઇ શકાય વગેરે બાબતે વાત કરી હતી.
કાર્યક્રમને અંત તરફ લઈ જતા કોલેજના પ્રાધ્યાપક ડૉ. રમજાન સર દ્વારા વિદ્યાર્થીઓને કાર્યક્રમના મહત્વ વિશે વાત કરી, સાથે ટી.બી. જાગૃતિના અભાવે કેટલાક સંબંધીઓ પણ મૃત્યુ પામતા હોય છે. વિદ્યાર્થીઓ પણ પોતાના ગામમાં કે નજીકમાં ટી.બી. લક્ષણો ધરાવતાં વ્યક્તિને સમજાવીને ટેસ્ટ કે સારવાર માટે દવાખાને જવા માર્ગદર્શન આપે. આ રીતે પણ સમાજસેવા કરી શકે, આ રીતે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડ્યો હતો. બંને ચિરાગભાઈ આવા કાર્યક્રમ દ્વારા જાગૃતિ નામનો પ્રકાશ ફેલાવી રહ્યાંની વાત કરી બંને મિત્રોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ અધ્યાપક મિત્રો અને કોલેજના વિદ્યાર્થીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે બંને મિત્રો દ્વારા દરેક વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને એક એક પેન આપીને આ સંદર્ભે આગળ કામ કરવા માટે પ્રેર્યા હતા.