ભાજપનાં ગઢ એવા નાનપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યાં

સુરત ભાજપનાં ગઢ એવાં કોટ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યાં છે. નાનપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી બેન લાગતાં રાજકારણ ગરમાયું છે. આ પહેલા આવા પ્રકારનાં બેનર ગોપીપુરા વિસ્તારમાં લાગ્યાં હતા તેના કારણે વિવાદ થયો હતો.સુરત ભાજપ માટે કોટ વિસ્તાર અત્યાર સુધીમાં ભાજપનો ગઢ સાબિત થયો છે. કોટ વિસ્તારમાં રહેતાં સુરતીઓ દરેક ચૂંટણીમાં હંમેશા ભાજપની પડખે ઊભા રહ્યા છે. કોટ વિસ્તારમાં ભાજપ સિવાય કોઇ ઉમેદવાર જીતતાં નથી. આ પહેલા નાણાવટ શાહપુરમાં કોંગ્રેસની જીત થઇ હતી પરંતુ નવાં વોર્ડ સિમાંકન બાદ પાલિકાની ચૂંટણીમાં થી કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે. કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી આમ આદમી પાર્ટીના કેટલાક લોકો ઉભા થઇ રહ્યાં છે. આ સમર્થકો બીજા કોઈ નહીં પરંતુ ભાજપથી નારાજ થયેલાજ કાર્યકરો અને સમર્થકો છે. થોડા સમય પહેલાં ગોપીપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગતાં વિવાદ થયો હતો.હાલમાં નાનપુરા માછીવાડ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યાં છે. જેમાં વોર્ડના નગરસેવકો ભ્રષ્ટાચાર કરી રહ્યાનો આક્ષેપ કરાયો છે. વોર્ડ નંબર ૨૧ નાં નગરસેવકો માત્ર નવાં બાંધકામ ની જાણકારી રાખે છે અને તેમના માણસો ઢોલ બાજે કરે છે તેવો ગંભીર આક્ષેપ આ બેનરમાં કરાયો છે.આ બેનરમાં એવું પણ લખાયું છે કે નાનપુરા માછીવાર વિસ્તારમાં વોટની ભીખ માંગવા આવવું નહીં આ વિસ્તારમાં વિકાસ ઝીરો છે અને ગાડો થયો છે. કોટ વિસ્તારમાં વિકાસનાં નામે ખુલ્લી લૂંટ થઈ રહી છે તેવું પણ લખાયું છે. ભાજપનાં ગઢ એવા વિસ્તારમાં આ પ્રકારનાં બેનરો લાગતાં રાજકીય માહોલ ગરમાયો છે. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

.

Leave a Reply

Your email address will not be published.

error: