ગ્રીષ્મા હત્યા કાંડ બાદ સમિતિની કેટલીક શાળાઓમાં જાગૃતિ

સુરતનાં પાસોદરામાં બનેલી ગ્રીમ્મા હત્યાકાંડ બાદ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કુલમાં વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉત્રાણની સ્કુલમાં રવિવારથી સેલ્ફ ડિફેન્સની તાલીમ શરૂ કરવામાં આવી છે. દર રવિવારે તાલિમ આપવાં સાથે સ્કુલના સમય અનુકુળ થાય ત્યારે વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે સ્કુલ તરફથી આયોજન કરવામાં આવ્યું છે.સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચાર જમાવનાર પાસોદરાના ગ્રીષ્મા હત્યા કાંડના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. જે રીતે ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરવામાં આવી તેના કારણે આ છોકરીએ જો સેલ્ફ ડિફેન્સની તાલિમ લીધી હોત તો બચી શકી હોય તેવી દલીલો થઈ રહી છે. આ ઉપરાંત પાલિકાની શાળાઓમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા માટેની માગણી થઈ રહી છેમહાનગરપાલિકા કે નગર પ્રાથમિક શિક્ષણ સમિત આ અંગે કોઈ પ્રકારનો નિર્ણય કરે તે પહેલાં જ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાએ પોતાની શાળામાં ધો. ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે.

શાળાનાં આચર્ય રમાબેન પદમાણી કહે છે, આજનાં સમયની જરૂરિયાત પ્રમાણે દિકરીઓને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બનાવી તેમનામાં આત્મવિશ્વાસ કેળવવો જરૂરી બની ગયો છે. વિદ્યાર્થીઓ પર કોઈ પણ પ્રકારના હુમલા થાય ત્યારે તેઓ જો માનસિક અને શારીરિક રીતે તૈયાર હોય અને સેલ્ફ ડિફેન્સની થોડી તાલિમ લીધા હોય તો તેઓ કોઈની પણ મદદ વિના બચી શકે તેમ છે. આ હેતુથી રવિવારે સવારે અઢી કલાક જેટલો સમય સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી.આ સેલ્ફ ડિફેન્સની તાલીમ ધો. ૬ થી ૮ ની ૧૨૫ વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આમ તો સેલ્ફ ડિફેન્સ માટે કોઈ એક્ષપર્ટની જરૂર હોય છે પરંતુ હું તે પ્રકારની તાલિમ લઈ ચુકી છું અને ઘણી ટેકનિક ફાવે છે તેથી મેં જાતે જ વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની અલગ અલગ ટેકનીક શીખવી હતી. આ તાલિમ માત્ર એક દિવસ પુરતી નથી પરંતુ દર રવિવારે વિદ્યાર્થીઓને ફાવે તેમ તથા શાળામાં જે સમય વધારાનો મળે ત્યારે શીખવવામા આવશે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળાએ દિકરીઓને સેલ્ફ ડિફેનસની તાલિમ શરૂ કરી દીધી છે આગામી દિવસોમાં અન્ય સ્કુલો પણ તાલિમ શરૂ કરે અને તેને લાંબો સમય સુધી ચાલુ રાખે તો સમિતિમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો પોતાનું રક્ષણ પોતે કરી શકે તેમ છે – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: