કોર્ટોમાં કેસ કાર્યવાહી ઓનલાઇન કરવાનાં આદેશ છતા પક્ષકારોના ટોળા ઉમટયાં

ગુજરાતની કોર્ટોમાં કેસ કાર્યવાહી ઓનલાઇન ચલાવવાના હાઇકોર્ટના આદેશ છતાં સુરતમાં અગાઉથી કોર્ટ કેસોની આજરોજની મુદતના સમન્સના પગલે પક્ષકારોની ભારે ભીડ કોર્ટ સંકુલની બહાર જોવા મળી હતી.જો કે સુરત જિલ્લા વકીલ મંડળ તથા ડીસ્ટ્રીક્ટ કોર્ટના કર્મચારીઓ દ્વારા ફાઈલીંગ સેન્ટરની બોક્ષમાં અરજીઓ સ્વીકારીને પક્ષકારોને સમજાવીને ઘરે મોકલવાનું શરૃ કર્યું હતું. જ્યારે સુરત જિલ્લાં ન્યાયાધીશે અગાઉનાં પરિપત્રમાં સુધારો કરી વધારાની ગાઇડલાઇન જારી કરી છે.સુરત જિલ્લા ન્યાયાધીશ વિમલ કે.વ્યાસે આજે અગાઉના પરિપત્રમાં આંશિક સુધારો કરી વધારાની ગાઈડલાઈન જારી કરી છે. ફીઝીકલ ફાઈલીંગ તથા રજીસ્ટ્રેશનની કામગીરી માટે કલેકશન  સેન્ટરનો સમય સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધીનો રહેશે. નવા દાખલ થતાં કેસોના કવર પર વકીલો-પક્ષકારોએ પોતાના મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી તથા સરનામુ અવશ્ય લખવું. સુરત જિલ્લાનાં તાલુકા મથકે કાર્યરત સીવીલ કોર્ટો ખાતે ફરજ બજાવતાં મુખ્ય ન્યાયિક અધિકારીએ હાઈકોર્ટની સુચના મુજબ કોર્ટના પ્રવેશદ્વાર પર ડેડીકેટેડ રૃમ કલેકશન કાઉન્ટર શરૃ કરી અરજી સ્વીકારવાનીવ્યવસ્થા ઉભી કરવી.અરજન્ટ સુનાવણીના સંજોગોમાં જે કેસોની કાર્યવાહી ચાલુ હોય કે નવા દાખલ થતાં કેસમાં વકીલો કે પક્ષકારોને તાકીદના હુકમો મેળવવા જરૃરી જણાય તો તેમણે તેના કારણો દર્શાવતી અલગ અરજી કલેકશન સેન્ટર પર કરવાની રહેશે. જે સેન્ટ્રલ ફાઈલીંગ કાઉન્ટરના જવાબદાર કર્મચારીઓ તાકીદે સંબંધિત ન્યાયિક અધિકારીઓને કેસ પેપર્સ રજુ કર્યા બાદ જજે તાકીદની સુનાવણી પર મંજુરી કે નામંજુરીની મહોર મારશે. 

જે હુકમની જાણ સંબંધિત વકીલને વિના વિલંબે કરવાની રહેશે. આવી તાકીદની અરજીની સુનાવણી મંજુર થયા બાદ સુનાવણી માટે તારીખ, સમય નક્કી કરી પક્ષકારવકીલોને કરીને ઝુમવી.સી.લિન્કમારફતેમોકલવાંનીરહેશે.વિડીયોકોન્ફરન્સીંગમાં મુશ્કેલી હોય તો કોર્ટ બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર પર મદદ મેળવી શકાશેજેમને કનેકટીવીટી કે વીડીયો કોન્ફરન્સીંગ સંદર્ભે કોઈ મુશ્કેલી જણાય તો કોર્ટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જિલ્લા કાનુની સહાય કેન્દ્ર પર હાજર થઈ આઈ.ટી વિભાગની મદદ લઈ શકશે. સુનાવણી બાદ હુકમ પણ સીઆઈએસ મોડયુલ પર અપલોડ કરવાનો રહેશે.જ્ યારે સુરત શહેર તથા તાલુકા કોર્ટોમાં આરોપીનાં જામીન અરજીનો નિર્ણય જામીન સ્વીકારવાની કાર્યવાહી જે કે તાલુકાનાં સંબંધિત પોલીસ મથકની હકુમત ધરાવતાં જજોએ જ કરવાની રહેશે. રીપોટર સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: