સુરત મહાનગરપાલિકાએ નાગરિકો માટે મહત્વનો નિર્ણય કર્યો

સુરત મહાનગર પાલિકાએ નાગરિકો માટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.જેમાં 100 રૂપિયામાં આખો મહિનો અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તેમાં સીટી બસ અને BRTSમાં આખા વર્ષમાં ૧ હજારમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તેથી સુરત મહાનગર પાલિકા દ્વારા મનીકાર્ડ ધારકોને રાહત આપવામાં આવી છે. તથા વિદ્યાર્થીઓ અને સીનીયર સિટીઝનોને ફાયદો થશે.

ઉલ્લેખનિય છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં હવેથી માત્ર ૧૦૦ રૂપિયામાં આંખો મહિનો અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તેમાં સીટી બીઆરટીએસ બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસસફરી કરી શકાશે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા મનીકાર્ડ ધારકોને રાહત અપાઇ છે. તેમાં 3 મહિનાના માત્ર ૩૦૦ રૂપિયા તથા ૬ મહિનાના કાર્ડમાં ૬૦૦ રૂપિયા તેમજ એક મહિનાનું માત્ર ૧૦૦ રૂપિયા ભાડું છે.જેમાં વિદ્યાર્થીઓ અને સીનીયર સિટીજનોને ફાયદો છે. તેમજ હાલમાં ૧૫૭૫ સીટી બસ તથા ૧૪૦ બીઆરટીએસ તેમજ ૪૯ ઇલેક્ટ્રીક બસ સાથે વધુ ૨૫૦ બસ વધારવા નિર્ણય કરવામાં આવ્યો છે. તથા બસની સુવિધાથી પર્યાવરણની જાણવણી સાથે ટ્રાફિકનું ભારણ પણ ઘટાડવા પ્રયાસ કરાશે. તેમજ લોકોની આ રાહતમાં પાલિકાની તિજોરી પર બોજો પડી શકે તેવી શકયતાં પણ સેવાઇ રહી છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: