સુરત પોલીસની ડોગ સ્ક્વેરમાં ફરજ બજાવતાં ‘પ્રિન્સ અને અરૂણા ‘ બે ડોગ નિવૃત્ત થયાં, સુરત પોલીસ દ્વારા યોજાયો વિદાય સમારંભ

સુરત પોલીસની સાથે ડોગ સ્ક્વોડમાં સેવા આપનાર વફાદાર બે શ્વાનનાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમને પોલીસ અધિકારીઓએ ભીની આંખે વિદાય આપી હતી.પ્રિન્સ અને અરુણા જે કોઈ વ્યક્તિ નથી, પરંતુ સુરત પોલીસના બે વફાદાર શ્વાન છે. જેઓ નિવૃત થયા હતા. શહેરમાં જ્યારે પણ હત્યા કે લૂંટ જેવી ઘટનાં બને ત્યારે ડોબરમેન બિડનો પ્રિન્સ તેના હેન્ડલર કનૈયાભાઇ સાથે હંમેશાં જોવાં મળતો હતોછેલ્લે ૨૦૨૧ માં પ્રિન્સે દામકા ગામે એક ખૂન કેસમાં મહત્વનો રોલ ભજવ્યો હતો.અહીં રહેતાં આધેડની હત્યા કરી દેવાઇ હતી. મૃતકનાં ગળામાંથી તેમની પત્નીનો જ દુપટ્ટો મળ્યો હતો. જોકે આ દુપટ્ટો સૂંઘીને પ્રિન્સ સીધો જ ૧૦ લોકોની વચ્ચે ઉભા રહેલાં મૃતકના પુત્ર પાસે જઇ ઉભો રહ્યો હતો અને તેને જોઇને ભસતા પોલીસનું કામ સરળ કરી આપ્યું હતું. તે પહેલાં ૨૦૧૩ માં સચીન જી.આઇ.ડી.સી.માં ચોરી કરીને જે મકાનમાં માલ છુપાવ્યો હતો

ત્યાં પણ પહોંચીને ચોરનો પર્દાફાશ કર્યો હતો .આજે આ બંને શ્વાનના વિદાય વખતે પોલીસ અધિકારીઓ અને આ શ્વાનના હેન્ડલરે તેઓની કામગીરીને યાદ કરીને બિરદાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે શહેરના ઘણા ગુનાઓ ઉકેલવા આ શ્વાનો એ તેમને એક સાથીની જેમ મદદ કરી છે. તેમનાં રિટાયરમેન્ટ બાદ તેમની કમી પોલીસ ડિપાર્ટમેન્ટને હંમેશાં રહેશે.૨૦૧માં પોલીસ વિભાગમાં ભરતી કરાયેલાં આ પ્રિન્સની સાથે જ સ્નીફર ડોગ અરૂણા પણ ૧૨ વર્ષની થતાં સેવા નિવૃત્ત કરાઇ હતી .વી.વી.આઇ.પી. બંદોબસ્ત તથા વિવિધ સ્થળે બોંબ શોધવા ટ્રેઇન કરાયેલી આ લાબ્રાડોર બિડની અરૂણાની પણ કામગીરી પ્રશંસનીય રહી હતી . બંનેને આણંદમાં બનાવવામાં આવેલા પ્રાણીઓનાં સ્પેશિયલ ઘરડાંઘરમાં મોકલાયાં હતાં – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: