સુરતમાં આમ આદમી પાર્ટીનાં સભ્ય એ ભાજપનાં કોર્પોરેટર ને ઉશ્કેરવાં વાનરવેડા કર્યા

સુરત મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૨ના બજેટ પર ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે વિરોધ પક્ષને શાસક પક્ષના કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. ત્યારે આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના સભ્યનો સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં જોવા મળેલા દૃશ્યનો ચાળા પાડતો એટલે કે વાનરવેડા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે રિપોર્ટ અનુસાર સુરત મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૨ અને ૨૩ ના બજેટને લઈને ચર્ચા કરવા માટે બજેટ બોર્ડની એક બેઠક મળી હતી.

આ બેઠક શરૂ થઈ હતી ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર બની ગઈ હતી તેથી આમ આદમી પાર્ટીના ૫ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા તેમને સભામાં બોલવાની તક ન આપવા બાબતે વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધને લઈને સામાન્ય સભા તોફાની બની ગઈ હતી.સામાન્ય સભા તોફાની બન્યા બાદ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હીરપરા દ્વારા ભાજપના કોર્પોરેટરને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રાકેશ હિરપરા લ ઓફિસની બહાર જતા સમયે ચાળા કરતા એટલે કે વાનરવેડા દેખાઈ રહ્યા છે. મહત્ત્વની વાત છે કે, આ વીડિયો માત્ર પાંચ સેકન્ડનો છે પરંતુ આમ આદમી પાર્ટીનાં શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાનો વિડીયો હોવાના કારણે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.મહત્ત્વની વાત છે કે, તાજેતરમાં જ સુરતમાં આમ આદમી પાર્ટીનાં ૬ કોર્પોરેટરો એ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. અગાઉ પાંચ કોર્પોરેટરો ભાજપ સાથે જોડાયા હતા અને ત્યારબાદ વધુ એક મહિલા કોર્પોરેટર ભાજપ સાથે જોડાઈ ગયા. ભાજપમાં ગયેલા કોર્પોરેટર સામે પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ તમામ કોર્પોરેટરોને પૈસાની લાલચ હોવાથી તેઓ પક્ષ છોડીને ગયાં છે. તો બીજીતરફ ભાજપમાં ગયેલાં કોર્પોરેટરોએ જણાવ્યું છે કે, તેમની પક્ષમાં અવગણનાં કરવામાં આવતી હતી. તેવામાં હવે આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાનો વાનરવેડા કરતો વિડીયો વાયરલ થતાં ફરીથી આમ આદમી પાર્ટી વિવાદમાં આવી છે. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: