સુરત માં હત્યાનાં કેસો વધતાં સુરત પોલીસે ચેકિંગ શરૂ કર્યું

મહાનગર સુરતમાં ગ્રીષ્મા નામની યુવતીની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. જેનાં આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરત પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયાં છે. પોલીસ તરફથી સુરત સિટીમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં શંકાસ્પદ લોકોનાં વાહનની તપાસ કરતા તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવાં ઘાતક હથિયાર મળી આવ્યાં હતાં. ૪૦૦ થી વધારે લોકો સાથે પોલીસે હથિયાર સંબંધીત ગુનો દાખલ કરીને કાયદેસરનાં પગલાં લીધાં છે.મોટી સંખ્યામાં આવા હથિયાર શહેરી વિસ્તારમાંથી મળી આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. જ્યારે આ હથિયારની આટલી મોટી સંખ્યા પોલીસ સામે આવી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. લિંબાયત, પાંડેસર, ઉધના, ડિંડોલી વિસ્તારમાંથી 400થી વધારે લોકો પાસેથી પોલીસે હથિયાર જપ્ત કર્યા છે. સુરત પોલીસે આ તમામ લોકો સામે કલમ ૧૩૫ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે આ તમામ લોકો પર કેટલાક વિસ્તારમાં શંકાસ્પ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, સુરત એક શાંતિ સિટી છે. પોલીસે ગુંડા અને અસામાજિક તત્ત્વો સામે એક ઝુંબેશ શરૂ કરી હતી. જે તે પોલીસ સ્ટેશનના PI સહિતનો આખો સ્ટાફ બાઈક, ફૂટ પેટ્રોલિંગ હેતું જુદા જુદા વિસ્તારમાં નીકળ્યો હતો.અલગ અલગ વિસ્તારમાં PCR પેટ્રોલિંગ કરી રહી હતી. આ કામગીરી દરમિયાન બે અઠવાડિયામાં ૧૩૫૯૯ વાહન ચેક કરવામાં આવ્યા. હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા હથિયાર મળ્યા. જેના કારણે ૪૮૦થી વધારે કેસ ફાઈલ થયા છે. તપાસ દરમિયાન ૨૧૭૦૦ ધારદાર હથિયાર, ૧૦૭ અને ૧૫૧ મુજબ ૪૭૫ સામે પગલાં ભરવામાં આવ્યા છે.

 આ સિવાય રાતના સમયે કોઈપણ કારણવગર બીજા વિસ્તારમાં રખડતા હોય કે શંકા થાય એવા કુલ ૫૧૮ લોકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. આવી શંકાસ્પદ વ્યક્તિ પાસેથી ૭૩ રેમ્બો છરા અને હથિયાર રિકવર કરાયા છે. ૪૭૫ દારૂ પીધેલાના કેસ થયા છે. ૭૯ કપલ બોક્સ બંધ કરાવાયા. ૧૮૮ મુજબ જાહેરનામાનાં ભંગ બદલ ૧૧૭ કેસ , ૪૯૫ પાનનાં ગલ્લાં , ૪૯ ગલ્લાં બંધ કરવામાં આવ્યાં છે. મોડી રાત્રે રોડ સાઇડ પર શંકાસ્પદ રીતે ભેગાં થતાં ૮૬ ધાબા , ચરસ-ગાજાનું સેવન કરતા હોય એવા ૧૪૧ લારી-ગલ્લાં બંધ કરાવાયાં છે.સુરત સિટીના અશાંત કરનારાઓ સામે પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી દીધી છે. તમામ પોલીસ અધિકારી, જે તે પોલીસ સ્ટેશન PIથી લઈ તમામ કર્મચારીઓને જુદી જુદી ડ્રાઈવ યોજવા માટે ખાસ સૂચના અપાઈ છે. પોલીસ કમિશનર પોતે પણ સાયકલ લઈને ડ્રાઈવ કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી આ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. જેમાંથી આ હથિયાર મળી આવ્યા હતા. આ પ્રકારનાં પેટ્રોલિંગથી ગુનાખોરીનાં ગ્રાફમાં ફેર પડ્યો છે. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: