હર્ષ સંઘવી એ જન્મદિવસે દિવ્યાંગોને ૧૫ ટ્રાયસિકલ, ૧૫ વ્હીલચેર આપી

કોરોનાના વધતા કેસો વચ્ચે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાદગી અને સેવાના સંદેશ સાથે સુરતની સિવિલ હોસ્પિટલમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. હર્ષ સંઘવીએ ૩૭ મા જન્મદિવસે ૩૭ દિવ્યાંગોને ૧૫ ટ્રાયસિકલ, ૧૫ વ્હીલચેર તથા ૭ વોકર અર્પણ કરી જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. નવી સિવિલ ખાતે સ્વામિનારાયણ પરમસુખ ગુરૂકુળના સ્વામી જગતસ્વરૂપજી અને સુરત નર્સિંગ એસોસિએશનના પ્રતિનિધિઓના હસ્તે ૯૦ ટકા દિવ્યાંગ એવા મૂળ ઉત્તરપ્રદેશના પ્રેમકુમારને પ્રતિકરૂપે ૧ ટ્રાઈસિકલ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે અન્ય દિવ્યાંગજનોને તેમના ઘરે ટ્રાયસિકલ, વ્હીલચેરઅનેવોકરમોકલવાંમાં આવ્યા હતા.

ગૃહરાજ્યમંત્રીના જન્મદિને સુરતમાં બ્લડ ડોનેશન કેમ્પ, ઈ-રોજગાર મેળા સહિતના અનેક સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગૃહમંત્રી છેલ્લાં ૧૦ વર્ષથી દર વર્ષે 8 જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં સપરિવાર આવી જરૂરિયાંતમદ દર્દીઓની જરૂરિયાત પૂર્ણ કરી જન્મદિન ઉજવે છે. દર વર્ષે સગર્ભા માતાઓને કીટ અને ફ્રુટ વિતરણ, નવજાત બાળકોની કીટ, વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવે છે, ત્યારે આજરોજ ૩૭ દિવ્યાંગોને ૧૫ ટ્રાયસિકલ, ૧૫ વ્હીલચેર તથા ૭ વોકર અર્પણ કરાયાં હતા. આ ઉપરાંત, આજે તેઓએ નવી સિવિલમાં સારવાર લઈ રહેલાંસચીનજી.આઈ.ડી.સી.માં બનેલી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈને તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું.આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, સુરત નર્સિંગએસોસિએશનના પ્રમુખ દિનેશ અગ્રવાલ, નર્સિંગ એસો.ના સેક્રેટરી કિરણ દોમડીયા, નિલેશ લાઠિયાંતથાસ્વામિનારાયણપરમસુખગુરુકુલનાંજગતસ્વરૂપ સ્વામી ઉપસ્થિત રહ્યાં હતાં. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: