સુરતમાં સરથાણા વિસ્તારમાં કાલ મેળામાંથી બંદૂક ની અણીએ કાર ની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

સુરતના સરથાણા વિસ્તારમાં દિન-દહાડે બંદૂકની અણીએ કાર મેળામાંથી બલેનો કારની લૂંટ ચલાવનાર લૂંટારુને એક પિસ્તોલ અને 5 જીવતાં કારતૂસ સાથે ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.જેણે કાર મેળાના માલિક પર બંદૂક તાકી એક કારની ચાવી માંગી હતી. આખરે ગભરાઈ ગયેલા કાર માલિકે કારની ચાવી આપતાં આવેલ શખ્સ મોંઘી બલેનો કાર લઈને ફરાર થઈ ગયો હતો.આ ઘટનાને પગલે સુરતની સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમે લૂંટારૂને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. ધોળે દિવસે બંદૂકની અણીએ કારની લૂંટ ચલાવતા સુરત પોલીસની શાખ દાવ પર લાગી હતી. આખરે પોલીસે ત્યાં લાગેલાં સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપીને શોધવનાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા.આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, લૂંટ ચલાવનાર યુવક પાંડેસરાના કૈલાસ નગર માં ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યાં તેની અંગજડતી લેતા તેની પાસે એક દેશી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. હાલ પોલીસે તેને ઝડપી વધું તપાસ હાથ ધરી હતી.પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, માથે દેવું થઈ જતાં તેણે લૂંટ ચલાવી હતી. જે કારની લૂંટ ચલાવી હતી, તેમાં પેટ્રોલ ખલાસ થઈ જતાં તેને કામરેજના લાડવી ગામ નજીક બિનવારસી મૂકી દીધી હોવાનું કબૂલ્યું હતું.પોલીસ તપાસમાં ચોકાવનારો ખુલાસો તો એ થયો છે, લૂંટારુંએ સુરતમાં મોટી લૂંટને આપવાનો હતો. આ સમગ્ર લૂંટનો પ્લાન તેણે એક ડાયરીમાં લખ્યો હોવાનું કબલ્યુ છે. જેમાં તે હવે કોને કોને ટાર્ગેટ કરવાના છે? પોલીસે તે ડાયરી શોધી રહી છે.ગત રોજ લૂંટારુંએ કાર માલિકના મોબાઈલ પર એક લેટર લખી તેનો ફોટો મોકલી ધમકી પણ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, 50 લાખ તુઝે દેના પડેગા, નહીં તો અબ કી બાર તુઝે ખતમ કર દુંગા. તેરે બીવી-બચ્ચે કહાં-કહાં જાતે હૈ, વો ભી મુઝે પતા હૈ. આવી તેણે લેટરમાં લખીને કાર મેળાના માલિક પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આરોપીએ કાર મેળાનાં માલિકની તમામ વિગતો કાર માલિક દ્વારા યુ-ટ્યૂબ પર મૂકવામાં આવેલી જાહેરાતમાંથી મેળવી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે – રીપોટર – સુનિલ ગાંજાવાલા – સુરત

Leave a Reply

Your email address will not be published.

error: