બસનો જશ લેવામાં આપ અને ભાજપ વચ્ચે ચકમક ઝરી

સુરત મ્યુનિ. વિસ્તારમાં સમાવિષ્ટ થયેલા કઠોર વિસ્તારમાં બસ સેવા આજથી શરૂ થઈ તેનો જશ લેવા માટે આમ આદમી પાટીના કોર્પોરેટર અને કામરેજના ધારાસભ્ય વચ્ચે જાહેરમાં તુ તું મે મે થઈ ગઈ હતી. આમ આદમીનાં કોર્પોરેટરે એવો દાવો કર્યો હતો કે અમારી રજુઆત બાદ આ બસ સેવા શરૂ થઈ છે જ્યારે કામરેજનાં ધારાસભ્યએ કહ્યુ હતું આ લોકો કરતાં ઘણાં સમય પહેલાં અમે રજુઆત કરી હતી તેના કારણે બસ સેવા શરૂ થઈ છે. આ મદ્દે બસ સેવાના લોકાપણ વખતે જાહેરમાં તમાશો કરવામાં આવ્યો હતો..સુરતથી કઠોર બસ સેવાનો આજે પ્રારંભ થાય તેની સાથે જ આપ અને ભાજપ વચ્ચેના ઘર્ષણનો પણ પ્રારંભ થઈ ગયો હતો. આ વિસ્તારમાં બસ સેવા શરૂ કરવા માટે કામરેજનાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા પહોંચ્યા હતા. તેઓ આ લોકોને આ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરવામા આવેલા કામની વાત કરતાં હતા ત્યારે ગઈકાલે પાલિકાની સામાન્ય સભામાં ગૃહને લાજે નહીં તેવા શબ્દો બોલનારા આપના મહિલા કોર્પોરેટર મોનાલી હીરપરા પણ પહોંચ્યા હતા. તેઓએ એવા દાવો કર્યો હતો કે આ બસ સેવા શરૂ કરવા માટે તેઓએ રજુઆત કરી હતી તેના કારણે બસ સેવા શરૂ થઈ છે પરંતુ ભાજપના નેતાઓ તેની પ્રસિધ્ધિ માટે દોડી આવ્યાં છે. આમ કહીને તેઓએ જાહેરમાં ધારાસભ્ય સાથે બોલાચાલી કરી દીધી હતી.
આ વિવાદમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયીએ કહ્યુ ંહતું કે, આ વિસ્તાર મારા મત વિસ્તારમા આવે છે આજે બસ સેવા પ્રારંભ વખથે હું આ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરવામા આવેલા કામો અને રાજ્ય સરકારની યોજનાની માહિતી લોકોને આપતો હતો. તે સમયે આપના કોર્પોરેટર આવ્યા હતા અને મને કહ્યું હતું કે, તમે ફેંકવાનું બંધ કરો. આવું કહેતાં મે તેમને કહ્યુ ંહતું કે બહેન આ રાજ્ય સરકારની વાત છે તમને કદાચ ખબર હશે નહીં એટલે તમે તમારી કોર્પોરેશનની જે વાત હોય તે કરો,. મે રાજ્ય સરકાર માટેની જે માહિતી આપી છે તે જો તમને ખોટી લાગતી હોય તો તમે મારી સામે ડિબેટ કરવા આવો હું પુરાવા સાથે વાત કરવા તૈયાર છું. આ ઉપરાંત લાંબા સમયથી તેઓ કઠોર વિસ્તારને સીટી બસ સેવા સાથે જોડવા માટે રજુઆત કરતાં આવ્યાં છે. આ પહેલાં જ્યારે આ વિસ્તાર પાલિકામાં હતો નહી ત્યારે વેલંજામાં પણ આપણે બસ સેવા શરૂ કરવા માટે ભલામણ કરી હતી અને તે સેવા શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત પાસોદરા, કઠોડરા સહિતનાં અનેક વિસ્તારમાં બસ સેવા શરૂ કરાવી છે. આ ઉપરાંત કઠોર વિસ્તારમાં બસ સેવા શરૂ કરવા માટે પણ ભલામણ કરી હતી પરંતુ કોરોનાનાં કારણે આ જગ્યાએ બસ સેવા શરૂ થઈ નથી અને આજે શરૂ થઈ છે અમે જે રજુઆત કરી હતી તે માહિતી આજે પણ તમને જોવા મળી શકે છે. આમ એક બસ સેવા શરૂ કરવા મુદ્દે આપ અને ભાજપનું રાજકારણ ગરમાયું છે બન્ને પક્ષ દ્વારા પોતાની રજુઆતનાં કારણે બસ સેવાં શરૂ થઈ છે તેવો દાવો કરવામા આવી રહ્યો છે. આગામી દિવસોમાં આવાં અનેક દાવાઓ સામ સામે કરવામાં આવે તેવી શક્યતાં નકારી શકાતી નથી. રીપોટર – સુનિલ ગાંજાવાલા – સુરત