સુરત શહેરમાં વધી રહેલા ગુનાખોરીને પગલે તમામ પોલીસ મથકની હદમાં સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સાયકલિંગ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું

સુરત શહેરમાં વધી રહેલા ગુનાખોરીને પગલે તમામ પોલીસ મથકની હદમાં સુરત પોલીસ કમિશનર દ્વારા સાયકલ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આ નાઈટ સાયકલીંગ ફુટ પેટ્રોલીંગ માં ડી.સી.પી, સ્પેશિયલ બાન્સ, અને પોલીસની ટીમ સાથે પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ નાઈટ સાયકલિંગ ફુટ પેટ્રોલીંગમાં નીકળ્યાં હતાં તેઓ કમિશનર ઓફિસ થી નીકળી ચોક બજાર, ભગા તળાવ થઈ ગોપી તળાવ આવી પહોંચ્યા હતા ગોપી તળાવ થી ભગળ ચાર રસ્તા થઈ મહિધરપુરા થઈ સ્ટેશન પહોંચ્યા હતા કમિશનર નાં સાહેબ શ્રી જણાવ્યાં મુજબ સાયકલ પેટ્રોલીંગ કરવાથી સીટી શું છે ?

સીટી માં શું ચાલી રહ્યું છે તે પોલીસની ટીમને અને મને ખબર પડે લોકો સાથે વાત કરી શકો, લોકો સાથે મેળાપ થઈ શકે અને ખુણે ખાચડે કોઈપણ જગ્યાએ સાઈકલ પર પેટ્રોલિંગ કરી શકાય છે ખૂણે ખાચડે જીપ જતી નથી તો તે જગ્યાની માહિતી મળી શકતી નથી અને પોલીસ કમિશનર દ્વારા ભારપૂર્વક જણાવ્યું કે પોલીસને વધારે સારી રીતે સિટીમાં શું ચાલી રહ્યું છે તે જાણવા મળે અને મને પણ તે વસ્તુ જાણવા મળે કે સીટી માં હાલ શું ચાલી રહ્યું છે અને કમિશ્નર સાહેબને રૂબરૂ લોકોની સાથે વાત કરવાની તક મળે તેમને શું પ્રશ્નો છે તે પણ જાણી શકાય છે – રીપોટર – સુનિલ ગાંજાવાલા – સુરત