સપ્તપદીનાં સાત ફેરા થકી અગ્નિની સાક્ષીએ ભાવભર્યું નિમંત્રણ, લાઈવ કંકોત્રી બનાવવામાં આવી

લગ્ન માટે કંકોત્રીમાં દરવર્ષે કંઈક નવીન કન્સેપ્ટ લોકો લાવતાં હોય છે. લોકો હમેંશાં પોતાના દીકરા કે દીકરીની કંકોત્રી ખુબજ પ્રેમથી અને મહેનતથી બનાવડાવતાં હોય છે. આવો જ એક નવો કન્સેપ્ટ હાલ કંકોત્રીમાં આવ્યો છે. જેમાં સપ્તપદીનાં સાત ફેરા થકી અગ્નિની સાક્ષીએ ભાવભર્યું નિમંત્રણ આપતી લાઈવ કંકોત્રી બનવવામાં આવી છે.સુરેશભાઈ કોરપેએ કહ્યું કે “લોકો પોતાના દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગમાં હવે કંકોત્રીમાં પૈસા ખર્ચતા થયા છે. વચ્ચે એક સમય આવેલો જ્યારે ડિજિટલ આમંત્રણ આપતા હતા. હવે ધીરે ધીરે પાછા લોકો આપણી સંસ્કૃતિ તરફ વળ્યાં છે. જેમાં હવે કંકોત્રીમાં કઈંક ઇનોવેટિવ લોકો માંગે છે. હાલમાં જ મેં એક એવી કંકોત્રી બનાવી જેમાં સપ્તપદીનાં સાત ફેરાનો અર્થ લખ્યો છે અને એના પર એક હવન કુંડ બનાવવામાં આવ્યો છે. જ્યારે તમે આ કંકોત્રી આપવાં જાઓ ત્યારે આ હવન કુંડમાં કપૂર મૂકીને કપૂર સળગાવી આપવામાં આવે છે એટલે કે અગ્નિની સાક્ષીએ સામે પક્ષે આમંત્રણ આપવામાં આવે છે. આવી એક કંકોત્રી બનાવવાનો ખર્ચ ૨૫૦૦ રૃપિયા જેટલો થાય છે. આ સિવાય મેં ગાર્ડન વાળી કંકોત્રી પણ બનાવી છે. જેમાં કંકોત્રીમાં આખું ગાર્ડન બનાવવામાં આવે છે. તાજમહેલ બનાવેલી કંકોતરીઓ પણ બનાવી છે. લોકો ૨૫૦૦ રૂપિયાથી લઈને પંદર હજાર સુધી એક કંકોત્રી પાછળ ખર્ચ કરતાં હોય છે.આ કંકોત્રી બનાવડાવનાર નૈલેશભાઈ સુરતીએ કહ્યું કે મારે મારા ઘરમાં લગ્ન પ્રસંગ હોઈ કંઈક અલગ બનાવવુ હતું. તેથી મેં મારા મિત્રને જણાવ્યું કે જે આર્ટિસ્ટ છે અને તેમણે આ પ્રકારની કંકોત્રી બનાવી જે ખરેખર ખૂબ જ સુંદર છે. ખાસ કરીને યુવાવર્ગને લગ્નની પત્રિકાની સાથે લગ્નનાં સાત ફેરા અને અગ્નિની સાક્ષીનો અર્થ સમજાય તે હેતુસર જ આ કંકોત્રી બનાવડાવી છે.રીપોટર – સુનિલ ગાંજાવાલા – સુરત

Leave a Reply

Your email address will not be published.

error: