બોગસ નંબર પ્લેટનાં આધારે ગોવા-પણજીથી સુરતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક

સચિન પોલીસે દસ દિવસ અગાઉ ભાટીયાં-વકતાણા રોડ પરથી બીટ કાર નં. જીજે-૫ સીઇ-૩૧૦૪ ની ડિક્કીમાં એલપીજી ગેસની બોટલમાં બનાવેલાં ચોરખાનામાંથી રૂ. ૭૨ હજારનો વિદેશી દારૂ સાથે ડ્રાઇવર અશોક દિલીપ જોષી અને ઇમલબેન ઉર્ફે છોટી હારૂન મહાજન તથાં માયા યુવરાજ ભેંસાણેને ઝડપી પાડયાં હતાં. પોલીસ તપાસ અંતર્ગત પાલ આરટીઓમાં કાર નંબરનાં આધારે તપાસ કરતાં તેનો ઓરીજનલ રજીસ્ટ્રેશન નં. જીજે-૫ સીપી-૩૨૯૬ હોવાનું અને તેના મૂળ માલિક ધર્મેશ મોહન રાણાની પૂછપરછ કરી હતી. પરંતુ કાર તેણે મુકેશ રણછોડ રાણા (રહે. ૩૦૨, રામેશ્વર સોસાયટી, ભાઠેના) ને વેચી દીધી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની પણ પૂછપરછ કરી હતી. મુકેશે કાર તેના મિત્ર પંકજ ધનસુખ રાણા (રહે. ભગવતી નગર, ગુરૂકૃપા હાઇસ્કૂલ પાસે, ભાઠેના) ને ફેરવવા આપી હોવાની કબૂલાત કરી હતીજેથી પોલીસે પંકજ અને અશોકનું ક્રોસ ઇન્ટરોગેશન કરતાં પંકજે તેની જ સોસાયટીમાં રહેતા સાઢુભાઇ વિજય હીરાલાલ રાણાને કાર આપી ડ્રાઇવર અશોક સાથે દારૂનો જથ્થો લેવાં મોકલ્યા હતા. વિજય ડ્રાઇવર અશોકની સાથે ગોવા -પણજી ખાતેથી દારૂનો જથ્થો ગેસની બોટલમાં છુપાવેલાં ચોરખાનામાં છુપાવીને લઇ આવ્યા હતાં અને કોઇને શંકા નહીં જાય તે માટે ઇમલબેન અને માયાબેનને સાથે લઇ ગયા હતા. જેથી પોલીસે બોગસ નંબર પ્લેટનો ઉપયોગ કરનાર વિજય રાણા અને પંકજ રાણાની ધરપકડ કરી છે. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: