સુરતમાં હવે રોમિયો ગીરી કરતાં લોકોની ખેર નહીં, પોલીસે શરૂ કરી કાર્યવાહી

શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસીસ બહાર રોમિયોગીરી કરતા અસામાજિક તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરનામાં મુજબ સ્કૂલ,કોલેજ, ટ્યુશન બહાર કોઈ વ્યક્તિને કારણ વગર ઊભા રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સુરત માંગ્રીષ્માં વેકરિયાની જાહેરમાં થયેલી ઘાતકી હત્યાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે.સુરત પોલીસ હવે એક્શન મૂડમાં જોવાં મળી રહી છે. સુરત પોલીસ દ્વારા આજથી સાંજનાં 6 થી આઠ વાગ્યાં દરમિયાન ફૂટ પેટ્રોલિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફુટ પેટ્રોલીંગમાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ જોડાયાં છે. આ ઉપરાંત સુરત શહેરમાં ધમધમી રહેલા કપલ બોક્સ બંધ કરવામાં આવ્યાં છે.છેલ્લા બે સપ્તાહ દરમિયાન સુરત શહેરમાં હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ સામે આવી રહી છે. આ ઉપરાંત મોબાઈલ ચેઇન સ્નેચિગ, ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં થયેલી હત્યાનાં ઘેરા પ્રત્યાઘાતો રાજ્યમાં પડ્યાં છે. ગુનાખોરીનું પ્રમાણ વધતાં સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. સુરત પોલીસ દ્વારા હવે શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ફુટ પેટ્રોલીંગમાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. તેમજ અલગ અલગ ટીમ બનાવીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવશે.

સુરત પોલીસ દ્વારા હવે નંબર પ્લેટ વગરની વાહનો તેમજ શંકાસ્પદ જણાતાં લોકોનાં બેગ પણ ચેક કરવામાં આવશે. આ ઉપરાંત ૮ વાગ્યા બાદ પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. વધુમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા તેમજ રોમિયોગીરી કરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવામાં આવશે. આ ફુટ પેટ્રોલીંગમાં એડિશનલ CP, DCB,ACP તેમજ સ્થાનિક PI અને પોલીસ કાફલો જોડાયો છે.
આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે અલગ અલગ ટીમ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આજથી શરૂ કરાયેલા આ ફૂટ પેટ્રોલિંગમાં ખુદ પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ જોડાયાં હતાં અને તેઓએ પણ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. શહેરીજનો સાથે ચર્ચાઓ કરી હતી તેમજ તમામ PIને યોગ્ય કામગીરી કરવા સુચનાંં આપી હતી. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સાંજનાં ૬ થી ૮ વાગ્યા સુધી લોકોની અવર-જવર વધુ હોય છે. માર્કેટમાં પણ લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે આ સમયગાળા દરમિયાન અસામાજિક તત્વોને કોઈપણ તક ન મળે અને રોમિયોગીરી ન થાય અને લોકો નિરાંતે પોતાનું કામકાજ કરી શકે તે માટે આ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફુટ પેટ્રોલીંગ બાદ પણ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવશેશાળા, કોલેજ અને ટ્યુશન ક્લાસીસ બહાર રોમિયોગીરી કરતાં અસામાજિક તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરનામાં મુજબ સ્કૂલ,કોલેજ, ટ્યુશન બહાર કોઈ વ્યક્તિને કારણ વગર ઊભા રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિ ઊભો હશે તો પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. વ્યાજબી કારણ વગર સ્કૂલ, કોલેજ કે ટ્યુશન ક્લાસીસ બહાર અસામાજિક તત્વો હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે. વધુમાં સુરત શહેરમાં ચાલી રહેલા કપલ બોક્સને લઈને પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આવા તમામ કપલ બોક્સ બંધ કરાવવામાં આવ્યા છે – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: