સુરત મ્યુનિસિપાલીટીની સામાન્ય સભામાં પહેલી વાર ઈ-બજેટ રજુ કરાયું

સુરત મ્યુનિ.નાં સ્થાયી સમિતિ અધ્યક્ષા પરેશ પટેલે આજે સામાન્ય સભા સમક્ષ બજેટ રજુ કર્યું હતું. ૭૨૮૮ કરોડનું બજેટ રજુ કરીને વિસ્તૃત ચર્ચા શરૂ કરી હતી. આ બજેટમાં તેઓએ એક મહિનાના માત્ર ૩૦૦ રૂપિયામાં વિદ્યાર્થીઓને બસમાં લીમીટેડ બસ મુસાફરી માટેની જાહેરાત કરી હતી. આ વર્ષે પહેલી વાર બજેટ રજુ કરવાના બદલે બજેટમાં ક્યા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે તેની વિસ્તૃત જાણકારી સ્થાયી સમતિ અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે. સુરત મ્યુનિ.ની બજેટની પહેલી એવી સામાન્ય બની હતી જે પેપર લેસ અને ઈ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવે છે તેનો પહેલી વખત એક સાથે બહોળો ઉપયોગ થતો જોવાં મળ્યો હતો. સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે આ ઈ બજેટના કારણે પર્યાવરણની જાળવણી સાથે આર્થિક બચત પણ છે. આ બજેટમાં તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એનર્જી સેવીંગનાં લક્ષ્યાંક માટે પહેલી વાર બીઆરટીએસ રૂટ પર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. બીઆરટીએસ રૂટ પર સોલાર સાથે હોર્ડિગ્સ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ બજેટમાં ફાયરની કામગીરી વધુ સુદઢ બને તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે જોડી દેવાની કામગીરી કરવામાં આવશે. હોનારત થાય ત્યારે પાંચથી સાત મીનીટમા દરેક પદાધિકારી, અધિકારીઓ અને જે લોકો કામગીરી માટે જોડાયા હોય તેવા લોકોને તરત જાણ થાય તે માટે જીઓ મેપીંગ સાથેના મેસેજ મોકલવામા આવશે આ કામગીરીના કારણે આગ અકસ્માતમાંઝડપથીકામગીરી થઈ શકશે.આ ઉપરાંત તેઓએ શહેરના મહત્વનાં રોડ ડામર રોડને બદલે સીસી રોડ બનાવવા માટેની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે તેના માટે ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાની વાત તેઓએ કરી હતી. ટ્રાફિક સમસ્યા માટે જ્યાં ટ્રાફિક સમસ્યા છે ત્યાં બ્રિજ કે ફ્લાય ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય કે કેમ ? તે માટે ફીજીબીલીટી માટેની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને બસમાં ઘણાં ઓછા પૈસામાં લીમીટેડ મુસાફરી માટનો નિર્ણય કર્યો છે તેમ પણ કહ્યું હતું. આ ઉપરાંત તમામ ઝોનમાં ૫૦ બેડની હોસ્પીટલ શરૂ કરવાં માટેની જાહેરાત કરવામાં આવી હતી. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: