સુરત મહાનગરપાલિકા ની દાદાગીરી ફરી સામે આવી

સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી વખત ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને આઇ માતા રોડ પર શાકભાજી વેચતાં પાથરણાં વાળા ગરીબ મજદુર લોકો ને ૧૪/૦૨/૨૦૨૨ ના રોજ કર્યા પોલીસ ને હવાલે,આ ગરીબ મજદુર પાથરણાં વાળા નો શું વાંક છે, કે એક ડોક્ટર નાં કહેવા થી આ ૭૦૦ જેટલા પરિવારોને વારંવાર હેરાન કરવામાં આવી રહ્યા છે, આજે આ ગરીબ લોકો મેહનત કરી ને પોતાનું તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે, આજે સુરત શહેરમાં લુંટ, મર્ડર બલાત્કાર, આત્મહત્યાં જેવા અનેક ગુનાઓ બની રહ્યા છે, પોલીસ ગુનાઓ રોકવામાં નિષ્ફળ નિવડી છે,તો આ સમયે મહિલાઓ ને તેમનાં નાના બાળકો ને વ્રુદ્ધ લોકો ને ડિટેન કરી પાંચ પાંચ કલાક પુણાગામ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા, એક ગુનેગારને પકડવા માં આવે એ રીતે બધાં ને પોલીસ વાનમાં બેસાડી દીધાં હતા,આ કામ કોના ઈશારે થાય છે

સુ આ ડોક્ટર પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા રુપિયા લેવામાં આવ્યાં છે, આટલો બધો પોલીસ કાફલો શાકભાજી વેચતા પાથરણાં વાળા લોકો માટે કેમ? આટલો પોલીસ બંદોબસ્ત સુરત શહેરની સુરક્ષા માટે લગાવવામાં આવ્યો હોત તો કદાચ આજે અનિચ્છનીય બનાવો ને અટકાવી શકાતાં હોતે, – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત