યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓને છુટા કરવાના વિરોધમાં ધરણાં

નર્મદ યુનિવર્સિટીમાં ૪૦૦ કરાર આધારિત કર્મચારીઓને છુટ્ટા કરવામાં મામલે આજે રોષ ફાટી નીકળતા યુનિવર્સિટીમાંથી ભારે હંગામો કરી વિરોધ નોંધાવ્યો હતો.

આજે નર્મદ યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓએ છૂટા કરવાનાં વિરોધમાં કુલપતિ સામે વિરોધ નોંધાવ્યો હતો અને રજૂઆત કરી હતી કે હાલમાં કેટલાક કર્મચારીઓ અમારા કરતા પણ વધારે પગાર મેળવે છે. અમોને તેમના પ્રત્યે કોઈ પણ પ્રકારની ખેદ નથી. તે પણ અમારો સાથી કર્મચારી જ છે. પરંતુ આ મોંઘવારીના જમાનામાં અને હાલમાં ચાલી રહેલી કોવિડ-19 ની મહામારીમાં હાલના પગારમાં ઘરનું ગુજારો ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી ઉભી થાય છે. જેથી આપ સાહેબશ્રીને અમો સૌ કર્મચારીઓ વતી નમ્ર વિનંતી છે કે નવાં કરારની સાથે અમારા સૌ કર્મચારીઓનાં પગારમાં પણ વધારો કરી આપવા માંગ કરી છે. કર્મચારીઓએ યુનિવર્સિટી કેમ્પસ ગેટ પર જ ધરણાં કરી વિરોધ નોંધાવ્યો હતો. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: