સંપર્ક વિહોણા આપના કોર્પોરેટરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયાં

સુરત મહાનગરપાલિકાનાં વિપક્ષનાં મહિલા કોર્પોરેટર સંપર્ક વિહોણા થતા મોડી રાતે પક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરવા સાથે તેમને શિસ્ત ભંગ કરાયો હોવાનુ કારણ આપવામાં આવ્યું છે.સુરત પાલિકાનાં વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા આજે સંપર્ક વિહોણા થતાં આપની નેતાગીરીમાં દોડધામ થઇ ગઇ હતી. પાલિકાનાં વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ મોડી સાંજે મહિલા કોર્પોરેટરનો સંપર્ક ન હોવાનું કબૂલ્યું હતું. ત્યાર પછી મોડી રાત્રે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ સોશિયલ મીડિયામાં કુંદન કોઠિયાને સસ્પેન્ડ કરતો લેટર મોકલ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે પક્ષ દ્વારા આપવામાં આવતી વારંવારની સુચનાને તેઓ અવગણી રહ્યા છે. આ ઉપરાંત વોર્ડના કાર્યકર અને લોકો સાથે યોગ્ય વર્તન કરતાં નથી. આ અંગેની વારંવારની મૌખિક ચેતવણી છતાં પણ તેમનાં વર્તનમાં સુધારો આવ્યો નથી. પાર્ટી વિરોધી પ્રવૃતિ કરવા ઉપરાંત પાર્ટીનાં કાર્યકરોની વાતચીત રેકોર્ડ કરીને અન્ય કાર્યકરોને મોકલી સંગઠનમાં મતભેદ ઊભા કરવાનું કામ કરો છો. આ પ્રવૃત્તિને કારણે પાર્ટીની છબી ખરાબ થતી હોય તાત્કાલિક ધોરણે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. કુંદન કોઠીયા ભાજપમાં જોડાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરી દેતા ફરી એકવાર સુરતનું રાજકારણ ગરમાયું છે. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: