સુરતનાં કામરેજમાં પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું જાહેરમાં ગળુ કાપીને હત્યાં કરી

રાજ્યમાં મહિલા કે પછી યુવતીઓ હુમલા, છેડતી કે પછી બળાત્કાર થવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજમાં આવેલા પાસોદરા ગામમાં એક યુવતીની હત્યાની એક તરફી પ્રેમમાં પાગલ દ્વારા પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ યુવકે પણ ઝેરી દવા પી લીધી હતી અને પોતાના હાથની નશ પણ કાપી નાંખી હતી. આ સમગ્ર ઘટનાને લઇને કામરેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવ્યા છે.રિપોર્ટ અનુસાર સુરત જિલ્લાના કામરેજમાં આવતા પાસોદરા ગામ નજીક એક સોસય્તાતીમાં રહેતી ૨૧ વર્ષની યુવતી ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો પીછો ફેનિલ નામનો એક યુવક કરતો હતો. ફેનિલ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવતી રચના સોસાયટીમાં રહેતો હતો. ફેનિલ ગ્રીષ્માના પ્રેમમાં પાગલ હતો. ફેનિલ ગ્રીષ્માનો અવાર નવાર પીછો કરતો હોવાના કારણે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી હતી. તેથી ગ્રીષ્માના પરિવારના સભ્યોએ સમગ્ર મામલે ફેનિલને ઠપકો આપ્યો હતો

આ ઠપકાનું ફેનિલને લાગી આવ્યું હતું. તેથી શનિવારે સાંજના સમયે ફેનિલ એક ચપ્પુ લઇને ગ્રીષ્માના ઘર નજીક પહોંચ્યો હતો. ત્યારબાદ તેને ગ્રીષ્માની સોસાયટીમાં જઈને ગ્રીષ્માને બંધક બનાવી લીધી હતી અને ત્યારબાદ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું. ત્યારબાદ તેને રોષે ભરાઈને ગ્રીષ્માનું ગળું કાપી નાંખ્યું હતું. આ ઘટનામાં ગ્રીષ્માને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હોવાનું કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનીલે પણ પોતાના હાથની નશ કાપી નાંખી હતી અને ઝેરી દવા પીધી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ગ્રીષ્માના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી હતી. હત્યારા ફેનિલે પણ પોતાના હાથની નશ કાપી લીધી હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર હત્યારા ફેનિલની તબિયત ગંભીર છે અને તેની સારવાર લઇ રહી છે. તો બીજી તરફ આ ઘટનાની જાણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને થતા તેમને ગ્રીષ્માના પરિવારના સભ્યોની સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને આ મામલે યોગ્ય તપાસની બાંહેધરી પણ આપી હતી. તો બીજી તરફ આ ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરીયા મૃતક યુવતીના પરિવારના સભ્યોને સાંત્વના પાઠવવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારના સભ્યોએ પણ હત્યારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: