સુરતનાં કડોદરા વિસ્તાર નાં પી. આઈ ની સરાહનીય કામગીરીને લઇ પરપ્રાંતીય મહિલાઓએ શાલ ઓઢાડીને સન્માન કર્યું

સુરત જિલ્લાના પલસાણાનાં વરેલી રાજદીપ રેસિડેન્સીમાં રહેતી મહિલાની હત્યા બાદ સુરત જિલ્લા પોલીસ વડા તેમજ કડોદરા પી.આઈએ માં-બાપ વિહોણા નિરાધાર બનેલા ચાર બાળકોનો યોગ્ય ઉછેર થાય તે માટે કામરેજ વાત્સલ્ય ધામના ટ્રસ્ટીઓનો સંપર્ક કરી તેઓને રહેવાં તેમજ જમવાની અને ભણવાની વ્યવસ્થા કરી માનવતા મહેકાવતાં આજરોજ કડોદરા વિસ્તારની પરપ્રાંતીય મહિલાઓએ પોલીસ ઈન્સ્પેકટર હેમંત પટેલની કામગીરીને બિરદાવી તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.પલસાણાના વરેલી ખાતે રાજદીપ રેસિડન્સીમાં મકાન નંબર 122 માં રહેતી સંગીતા કપિલ લોખંડે નામની મહિલા તેના ચાર બાળકો દેવ.(ઉ.વ.11), જય (ઉ.વ10), અવંતિકા (ઉ.વ 9), બિનલ (ઉ.વ.8) તેની સાસુ ભત્રીજો અજય અને તેની પત્ની સાથે રહેતી હતી .ગત 28 જાન્યુઆરીને રોજ સંગીતા લોખંડેની ભત્રીજાએ જ તીક્ષ્‍ણ હથિયાર વડે હત્યા કરી હતી. સંગીતાંનો પતિ બે વર્ષ અગાઉ જ વરેલી ખાતે જ એક અકસ્માતમાં મોતને ભેટ્યો હતો આ દંપતીના મોત બાદ જિલ્લા પોલીસ વડા ઉષા રાડા તેમજ કડોદરા પી.આઈ હેમંત પટેલે રસ દાખવી મા-બાપ વિહોણા નિરાધાર બનેલા ચાર બાળકોનો યોગ્ય ઉછેર અને સાર સંભાળ થાય તે હેતુ થી કામરેજ ખાતે આવેલ વાત્સલ્ય ધામના વસંત ગજેરા નાઓનો સંપર્ક કરી તેઓને આ ચાર બાળકોનાં પરિવાર અંગે વાકેફ કર્યા હતાં અને બાળકો પગભર નહિ થાય ત્યાં સુધી ચારેયને રહેવાની ભણવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી સાચા અર્થમાં પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ બાંધ્યો હતો. કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ ઇન્સ્પેક્ટર હેમંત પટેલની આ સરાહનીય કામગીરીને લઈ આજરોજ કડોદરા વિસ્તારની પરપ્રાંતીય મહિલાઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને હેમંત પટેલનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. રીપોટર – સુનિલ ગાંજાવાલા ગુજરાત

Leave a Reply

Your email address will not be published.

error: