સુરત માં સીટી અને બીઆરટીએસ બસમાં ૫૦ ટકા મુસાફરનો નિયમ કાગળ પર

સુરત શહેરમાં કોરોનાં રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે તેમાં પણ ગઈકાલના ૧૧૦૫ કેસ બાદ આજે બપોર સુધીમાં ૫૬૯ કેસ થતાં આજે ૧૩૦૦ ની આસપાસ કેસ થાય તેવી ભીતી છે. સતત કોરોનાં વધતો જતાં પાલિકા કમિશ્નરે સંક્રમણ અટકાવવા માટે સીટી અને બીઆરટીએસ બસમાં ૫૦ ટકા મુસાફર અને કોવિડની ગાઈડ લાઈનનાં પાલન માટે તાકીદ કરી છે. જોકે, પાલિકા કમિશ્રરની સુચનાનો અમલ કાગળ પર જ રહેતાં સુરતમાં દોડતી બસ કોરોના માટે સુપર  સ્પ્રેડર્સ બની રહે તેવી શક્યતાં નકારી શકાતી નથી.સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેમાં પણ 1 જાન્યુઆરીના રોજ કોરોનાનાે પોઝીટીવીટી રેઈટ ૧.૧૮ ટકા હતો જે ૬  જાન્યુઆરીએ વધીને ૬.૪૩ ટકા થઈ જતાં કોરોના કેસ ૯૭ થી વધીને સીધા ૧૧૦૫ થઈ ગયાં છે. પાલિકા કમિશ્રરે સંક્રમણ અટકાવવા માટે સીટી અને બીઆરટીએસ બસ માટે કેટલાક નિયંત્રણ જાહેર કયાં હતા. પાલિકા કમિશ્રર બન્છાનિધિ પાનીએએ સ્પષ્ટ સુચના આપતાં કહ્યું છે, સીટી અને બીઆરટીએસ બસમાં ક્ષમતા કરતાં ૫૦ ટકા મુસાફરો જ મુસાફરી કરશે અને કોવિડ સંક્રમણ ન વધે તે માટે ફરજ્યાત બસના દરવાજા ખુલ્લા રાખવા પડશે. આ ઉપરાંત દરેક બસમાં મુસાફરોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે કોવિડ વેક્સીન ફરજ્યાત મુકાવેલી હોવી જોઈએ.  મ્યુનિ. કમિશ્રરે  ૫૦ ટકા ક્ષમતા માટેના આદેશ કર્યા હતા તેનું પાલન કરવામાં આવતું નથી. આજે દિવસ દરમિયાન સ્ટેશન વિસ્તારમાં પાલિકાની સીટી બસમાં ક્ષમતાં કરતાં 50 ટકા તો ઠીક પરંતુ સીટી બસ ખીચોખીચ ભરાયેલી અને મુસાફરો ઉભા રહીને પણ મુસાફરી કરતાં હતા. પાલિકા જે નિયમો જાહેર કરે છે તેનુ પાલન પોતે જ કરતી ન હોવાથી સુરતમાં સંક્રમણ વધી રહ્યું છે. રીપોર્ટ – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: