મોદી – યોગી નાં પ્રિન્ટવાળી સુરતી સાડીઓ પહેરી મહિલાઓનું વોટવોક

ઉત્તરપ્રદેશમાં પહલા તબક્કાનું મતદાન શરૂ થયું છે. આ રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં ભાજપે સુરતની સાડીઓનો ઉપયોગ કર્યો છે. ફરી એકવાર સુરત દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતના વેપારીઓએ તૈયાર કરેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટાનાં પ્રિન્ટવાળી સાડીઓ ઉત્તરપ્રદેશમાં ઉપયોગમાં લેવાઇ છે.ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારની સામગ્રીઓ મહદંશે સુરતથી મોકલવામાં આવી હતી. દરેક રાજકીય પક્ષો દ્વારા પોતાના રાજકીય પ્રચારની સામગ્રી સુરતથી મંગાવવામાં આવી છે, જેને કારણે કરોડો રૂપિયાનો ઓર્ડર દર વર્ષે ચૂંટણી દરમિયાન સુરતના કપડા વેપારીઓને મળતો હોય છે. અને ચૂંટણી દરમિયાન સુરત કાપડ માર્કેટ ચૂંટણી પ્રચારની સામગ્રીથી ધમધમતું થઇ જાય છે.ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર-પ્રસાર કરવામાં કોઈ ખામી છોડી નથી. ચૂંટણીપંચ દ્વારા કોરોનાં સંક્રમણને કારણે ચૂંટણી પ્રચારમાં કેટલીક મર્યાદા રાખવામાં આવી હતી. જેને કારણે કોરોનાં ગાઇડલાઇનનો ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે દર્શાવેલ નિયમ પ્રમાણે રાજકીય પક્ષો દ્વારા વધુ લોકો એકત્રિત ન થઈ શકે તેનું ધ્યાન રાખીને ચૂંટણી પ્રચારનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે.


ભારતીય જનતા પાર્ટીનાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારદરમિયાન મહિલા કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી અને યોગીની પ્રિન્ટવાળી સાડીઓ પહેરીને પ્રચાર કરતી જોવાં મળી. તો ક્યાંક મહિલાઓ ભારતીય જનતા પાર્ટીનાં કમળના ફૂલના નિશાન વાળી સાડીઓ પહેરીને ફરતી દેખાઇ હતી. પ્રચાર દરમિયાન સુરતથી આવેલી આ સાડીઓ ખૂબ જ ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની હતી.ઉત્તરપ્રદેશનમથુરાવિધાનસભા વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. આ પ્રચાર અભિયાનમાં સ્થાનિક સાંસદ અનેઅભિનેત્રીહેમામાલિનીએ પણભારતીયજનતાપાર્ટીતરફથીપુરજોશમાં ચૂંટણીપ્રચાર કર્યોહતો.આપ્રચારદરમિયાનમહિલાઓએ મોદી અને યોગીની સાડીઓ પહેરીને કેટવોક કર્યું હતું જેઆકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અભિનેત્રી હેમા માલીનીએ તમામ મહિલા કાર્યકર્તાઓનું પ્રોત્સાહન વધારવા માટે પોતે હાજરી આપી હતી. અને પ્રચારમાં ભાગ લીધો હતો. રીપોટર – સુનિલ ગાંજાવાલા – સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: