માતાની હત્યા બાદ નિરાધાર બનેલાં બાળકોનાં વ્હારે સુરત જિલ્લા પોલીસ આવી

સુરત જિલ્લાના પલસાણાના વરેલી ખાતેના વલ્લભનગરમાં આવેલ રાજદીપ રેસિડેન્સીના મકાન નંબર 122 માં રહેતી સંગીતા કપિલ લોખંડે નામની મહિલા તેના ચાર બાળકો દેવ.(ઉ.વ.11)જય (ઉ.વ10)અવંતિકા (ઉ.વ 9) બિનલ(ઉ.વ.8) તેની સાસુ ભત્રીજો અજય અને તેની પત્ની સાથે રહેતી હતી .ગત 28 જાન્યુઆરીને રોજ સંગીતા લોખંડેની તીક્ષ્‍ણ હથિયાર વડે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી .સંગીતાંનો પતિ બે વર્ષ અગાઉ જ વરેલી ખાતે જ એક અકસ્માતમાં મોતને ભેટ્યો હતો જે બાદ સંગીતા માનસિક બીમાર રહેતી હતી સંગીતાની હત્યા સમયે તપાસ સ્થળ મુલાકાત સુરત જિલ્લાં પોલીસ વડા ઉષા રાડાએ લીધી હતી

જે વખતે પોલિસ વડાનું ધ્યાન મા-બાપ વિહાણો નિરાધાર બનેલાં ચાર બાળકો પર ગયું હતું ઘટનાનાં ગણતરીનાં દિવસોમાં જ પોલીસે ગુન્હાનો ઉકેલ આણ્યો હતો હત્યા સંગીતનાં ભત્રીજાએ અજય જ કરી હોવાનું બહાર આવ્યું હતું સમગ્ર પ્રકરણના અંતે કડોદરા પોલીસ પી.આઈ.હેમંત પટેલે સુરત જિલ્લાં પોલીસ વડાનું ધ્યાન નિરાધાર બનેલા 4 બાળકો પર દોર્યું હતું જે અંતર્ગત પોliસ વડાએ અંગત રસ દાખવી મરણ જનાર સંગીતનાં ચાર બાળકોનો યોગ્ય ઉછેર અને સાર સંભાળ થાય તે હેતુ થી કામરેજ ખાતે આવેલ વાત્સલ્ય ધામના વસંત ગજેરા નાઓની સંપર્ક કરી તેનોને આ ચાર બાળકોનાં પરિવાર અંગે વાકેફ કર્યા હતાં અને બાળકો પગભર નહિ થાય ત્યાં સુધી ચારેયને રહેવાનો ભણવાનો અને જમવાની વ્યવસ્થા કરી આપી સાચા અર્થમાં પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ બાંધ્યો હતો સુરત જિલ્લાં પોલીસ વડા ઉષા રાડા અને કડોદરા જી.આઈ.ડી.સી પોલિસ ઇન્સ્પેક્ટર હેમંત પટેલની આ સરાહનીય કામગીરીએ માનવીય અભિગમ દાખવ્યો હતો – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: