દેશમાં પ્રથમવાર સુરત મહાનગરપાલિકા દ્વારા લેવાયો મોટો નિર્ણય, પાણી-ગટર ની સેવામાં મળશે

સમગ્ર દેશમાં પ્રથમ વખત સુરતમાં  પાણી અને ગટરની સુવિધાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે.પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ પાણી અને ગટરની સુવિધા શરૂ કરવામાં આવશે. જેનો પાયલોટ પ્રોજેક્ટ શહેરના અઠવાલાઇન્સ, ભટાર, પાનસ, ઉમરા, સિટીલાઇટ, પીપલોદ વિસ્તારમાં બનશે.

જો આ વિસ્તારોમાં આ યોજના સફળ થશે તો તેને અન્ય વિસ્તારોમાં પણ શરૂ કરવામાં આવશે. ખર્ચમાંથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.કોર્પોરેશન પાણી અને ગટરની યોજનાઓનું નેટવર્ક તૈયાર કરીને લોકોને સુવિધા પૂરી પાડે છે. કોર્પોરેશને આ તમામ કામગીરી ચાલુ રાખવા અને તેની જાળવણી પાછળ ઘણો ખર્ચ કરવો પડે છે. આવી સ્થિતિમાં કોર્પોરેશનને આ ખર્ચમાંથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યોજના હેઠળ ખાનગી એજન્સી પાણી અને ગટરની સુવિધા જાળવવા માટે સંપૂર્ણ કાર્યવાહી કરશે. હાલમાં, આ સંદર્ભે વધુ અહેવાલો તૈયાર અને ગોઠવવામાં આવી રહ્યાં છે.એજન્સીઓ પાસેથી દસ કે પંદર વર્ષ માટે ટેન્ડરો મંગાવવામાં આ યોજનાં હેઠળ કોર્પોરેશનને કેન્દ્ર સરકાર પાસેથી અનુદાન પણ મળી શકે છે. હાલમાં પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરીને પીપીપી મોડલ હેઠળ પાણી અને ગટરની સુવિધાની કામગીરી અને જાળવણીની કામગીરી કરવા એજન્સીઓ પાસેથી દસ કે પંદર વર્ષ માટે ટેન્ડરો મંગાવવામાં આવશે

પાલિકાની ૨૪ કલાકોની વાત માત્ર કાગળ પર રહી ગઇ છે. જણાવી દઈએ કે, શહેરમાં સાત વર્ષથી ૨૪ કલાક પાણીની યોજના ચાલી રહી છે. જોકે, ન્યૂ નોર્થ ઝોન સિવાય આ સ્કીમ ક્યાંય લાગુ કરવામાં આવી નથી. વેસુ અને પાલ વિસ્તારમાં બે વર્ષથી મીટર લગાવ્યા બાદ પણ આ યોજના શરૂ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં ખાનગી એજન્સીને કામ આપીને વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા આ પ્રકારના અનેક પ્રોજેક્ટ લોક ભાગીદારીમાં કરી શહેરના વિકાસ માટે સતત પ્રયાસ કરી રહી છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: