ધોળે દિવસે સુરતમાં લોખંડનાં સળીયા અને તમંચો બતાવી લુંટ

સુરત શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે. ચોરી, લૂંટ અને હત્યા સુરત શહેરમાં સામાન્ય વાત બની ગઈ છે. દરરોજ કેટલાક વિસ્તારોમાં લૂંટ અને હત્યાનાં બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત સુરત શહેરનાં પુણા વિસ્તારમાં બંદુકની અણીએ દુકાનદારને લૂંટી લેવાની, ઘટનાં સામે આવી છે.સુરત શહેરમાં વધતા જતા ક્રાઈમ ને કારણે સામાન્ય જનતામાં ડરનો માહોલ છવાયો છે.કારણ કે, સામે ઉભેલો કોઈ વ્યક્તિ ક્યારે શું કરી બેસે છે?

તેની કોઈને જ ખબર નથી! ફરી એક વખત આવી જ ઘટના બનતા વ્યાપારી અને લોકોમાં ડરનો માહોલ છવાયો છે.મળતી માહિતી અનુસાર ત્રણ જેટલા લૂંટારુઓ દુકાનમાં ઘૂસી બંદૂક અને લોખંડનો પાઈપબતાવીને ખુલ્લેઆમ લૂંટ મચાવી હતી.

મહારાષ્ટ્ર(MH13BB2997) નીગાડીનંબરપ્લેટલઈનેમોટરસાયકલ ઉપર આવેલા આલૂંટારૂઓએ ગણતરીની મિનિટોમાં લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થયાં હતા.આ સમગ્ર ઘટનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના સર્જાતા જપોલીસનેઆઅંગેજાણકારી આપવામાં આવીહતી.પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળેપહોંચી હતી, અને આગળની તપાસ હાથ ધરી હતી. આ મામલે પુણા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: