સુરત માં ધોરણ ૧ થી ૯ નાં વર્ગો શરૂ પણ હાજરી નહીવત

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આજથી ધો. ૧ થી ૯ ના વર્ગ ઓફ લાઈન શરૂ થઈ ગયાં છે પરંતુ સમિતિની સ્કુલોમાં હાજરી નહિવત જોવા મળી હતી. શિક્ષણ સમિતિની સ્કુલોમા ધો. ૧ થી ૫ માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી જ નહિવત જેવી છે તેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. હાલમાં વિદ્યાર્થી-વાલીઓને ઓફ લાઈન શિક્ષણ પર રસ દેખાતો ન હોવાથી હજી પણ ઓન લાઈન શિક્ષણ પર વધુ ભાર મુકવો પડે તેવી શક્યતા છે.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિતની સ્કુલોમાં ઓફ લાઈન શિક્ષણ આજથી શરૂ થઈ ગયું છે પરંતુ આશ્ચર્ય વચ્ચે આજે સમિતિની શાળાઓમાં માંડ ૧૦ ટકા જેટલી જ હાજરી જોવા મળી હતી. જોકે, ધો.1થી 5માં વિદ્યાર્થીઓની હાજરી નહિવત જેવી જોવા મળી હતી. સમિતિની શાળા આજે શરૂ થઈ ત્યારે શિક્ષકોએ વિદ્યાર્થીઓ ભણાવવા માટે તૈયારી કરી દીધી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ઘણી જ ઓછી હોવાના કારણે શિક્ષકોએ ઓફ લાઈન સાથે ઓન લાઈન શિક્ષણ પણ આપવું પડ્યું છેઆજે સવારે ઠંડીનું પ્રમાણ વધું હોવા સાથે હજી પણ વાલીઓમાં કોરોનાની બીક જોવા મળી રહી છે. સત્ર શરૂ થયાં બાદ એક બાદ એક અનેક વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવતાં વાલીઓમાં જે ડર જોવા મળતો હતો તે ડર હજી પણ વાલીઓમાં જોવા મળી રહ્યો છે તેના કારણે વાલીઓ હજી પણ બાળકોને સ્કુલે મોકલવા માટે તૈયાર ન હોવાનું જાણવા મળી રહ્યું છે તેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી રહી છે. ઓફ લાઈન શિક્ષણ શરૂ થયુંને પહેલા દિવસે જે રીતે પાંખી હાજરી જોવા મળી રહી છે તેના કારણે ઓફ લાઈન શિક્ષણ સાથે શિક્ષકોએ ઓન લાઈન શિક્ષણ પર વધુ ભાર મુકવો પડે તેવી સ્થિતિ વધી ગઈ છે. રીપોટર સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: