સુરતમાં અનુસૂચિતજનજાતિ નાં વિદ્યાર્થીઓ માટે  ૨૬.૬૦ કરોડના ખર્ચે હોસ્ટેલ બનાવાશે

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને આવાસની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. સુરત શહેર, બારડોલી, માંડવી, વાંકલ, ઉમરપાડા તથા મહુવા મળી કુલ 16 સરકારી છાત્રાલયોમાં 2,935 છાત્રો તથા સુરતની સમરસ કુમાર છાત્રાલયમાં 1000 કુમાર અને સમરસ કન્યા છાત્રાલયમાં 1000 કન્યાઓને શિક્ષણ સાથે રહેવાની તથા જમવાની સુવિધા આપવામાં આવી રહી છે.સુરત જિલ્લામાં 68 આશ્રમ શાળાઓ/ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ/ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓમાં 7,909 બાળકો અભ્યાસ કરી રહ્યા છે.સરકારે જણાવ્યું હતું કે, વાંકલમાં રૂ. 15 કરોડનાં સરકારી કુમાર છાત્રાલય કાર્યરત છે. જેમાં 550 કુમારોને માટે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ છે. સરકારી કન્યા છાત્રાલય વાંકલના એક્ષટેન્શનની જેમ જ કુમાર છાત્રાલયના વધારાના મકાન બાંધકામ માટે રૂ. 20.66 કરોડના અંદાજો વાળી દરખાસ્ત સરકાર સમક્ષ રજુ કરવામાં આવી છે

સરકારે જણાવ્યું હતું કે, ગત તા.09/08/2021ના રોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે ઉમરપાડાના ચંદ્રાપાડામાં રૂ.18.46 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય તથા ગોપાલીયામાં રૂ.18.46 કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બારડોલીના બાબેન ખાતે સરકારી કુમાર છાત્રાલયનું રૂ.13 કરોડના ખર્ચે તથા અસ્તાનની સરકારી કન્યા છાત્રાલયનું રૂ.9 કરોડના ખર્ચે નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે.સરકારે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અનુસુચિત જનજાતિનાં કુમારો તથા કન્યાઓ માટે હોસ્ટેલની વધુ સુવિધા માટે જુના મકાનોનાં સ્થાને વધુ ક્ષમતાવાળા હોસ્ટેલ બિલ્ડીંગ બનાવવાં આવશે. જેમાં રૂ.16.60 કરોડના ખર્ચે કસ્તુરબા કન્યા છાત્રાલય,સુરત તેમજ રૂ.10 કરોડના ખર્ચે પી.એમ.બોયઝ હોસ્ટેલના નિર્માણની મંજૂરી સરકાર દ્વારા મળી ચૂકી છે. આ નવા છાત્રાલયો સાકાર થવાથી સુરત શહેરમાં અભ્યાસ માટે આવતાં આદિજાતિ કુમાર-કન્યાઓ માટે અભ્યાસ અને નિવાસની શ્રેષ્ઠ સુવિધાઓ ઉભી થશે. સરકારે જણાવ્યું હતું કે, સુરત જિલ્લાનાં માંડવીમાં સરકારી કન્યાં છાત્રાલય-2 નાઓ બાંધકામ માટે રૂ.14 કરોડનાં કામની વહીવટી મંજુરી મળતા બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે. મહુવામાં કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે રૂા.15.32 કરોડના ખર્ચે નવું સરકારી કુમાર છાત્રાલય પણ નિર્માણ પામશે. આગામી સમયમાં તેના બાંધકામનો પ્રારંભ કરવામાં આવશે. આમ, આદિજાતિ વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર અભ્યાસની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી રહી છે – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: