સુરતમાં આયા એ આઠ મહિનાં નાં ભુલકા બાળકને તમાચો માર્યો અને પલંગ પર પટકયો

સુરતનાં રાંદેર વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલનપુર પાટિયા ખાતેની જલારામ જયોત એપાર્ટમેન્ટ ,બિલ્ડીંગ નંબર :૯, ફ્લેટ નંબર:૨૦૭ માં શિક્ષકનાં ૮ માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરની ક્રૂરતા સામે આવી છે. જેમાં કેરટેકરે લગભગ ૫ મિનિટ સુધી એક બાળકને પલંગ પર ૪ થી ૫ વાર પછાડ્યું હતું તેમજ કાન આમળીને તેને હવામાં ફંગોળી માર માર્યો હતો. જેથી બાળક બેહોશ થઈ ગયું હતું.આથી કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરતાં માતા-પિતા તુરંત પોતાનાં બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેઇન હેમરેજ થયાનું સામે આવ્યું.મહત્વનું છે કે, ઘરમાંલાગેલાસીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલાએ બાળક પર ૫ મિનિટ સુધી અત્યાચાર કર્યા હોવાના ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યાં હતાં.

જેમાં બાળક રડતું હોવા છતાં કરટેકરને જરાય દયા ના આવી. આખરે આ મામલો રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ ઘટનામાં બાળકનાં પિતા મિતેશ પટેલએ મોડી રાત્રે પોલીસ ફરિયાદ આપી હતી કે જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરાઇ હતી. તમને જણાવી દઇએ કે, કેરટેકર તરીકે કોમલ છેલ્લાં 3 મહિનાથી કામ કરતી હતી. તેનો ૩ હજાર પગાર હતો. શિક્ષકને 8 માસનાં બે ટ્વિન્સ બાળકો છે. બાળકના પિતા સ્કૂલમાં શિક્ષકઅનેમાતાઆઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે. જ્યારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કૂલમાં જ નોકરી કરે છે.રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: