સુરત નાં વરાછા વિસ્તારમાં પક્ષ છોડી ગયેલાં કોર્પોરેટોરનાં વિરોધમાં બેનર લાગ્યાં

સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આપણા પાંચ કોર્પોરેટરો પક્ષ છોડી ભાજપમાં જતા તેમના વિરુદ્ધ વરાછા વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યાં છે. બોક્સ છોડનારા પ્રજાનાં છે તેવા બેનર લગાવાયા છે. સુરતના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો પક્ષ નો છેડો ફાડી ભાજપમાં ગયા બાદ રાજકારણ ગરમાયું છે. પાંચ કોર્પોરેટરો ભાજપમાં ગયા બાદ તેઓએ આપ વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા છે. તેની સાથે હજી પણ કેટલાક કોર્પોરેટરો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. અચાનક પાંચ કોર્પોરેટરોએ સફળતા આપનાર નેતાઓ બન્યાં છે. પક્ષ છોડી ગયેલાં કોર્પોરેટરો હવે આપ માટે વિલન બની ગયા છે.આપ દ્વારા પગ છોડી ગયેલા કોર્પોરેટરો સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે. જેની સાથે રાજકારણમાં ગરમાવા ઉપરાંત આજે વરાછાના કેટલાક વિસ્તારોમાં પક્ષ છોડી ગયેલા કોર્પોરેટરો વિરુદ્ધ બેનર જોવા મળી રહ્યા છે. પક્ષ છોડી ગયેલા ગદ્દાર છે તેવા બેનર રાત્રે કેટલાક વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે રાજકારણ વધુ આક્રમક બને તેવી શક્યતાં નકારી શકાતી નથી – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત