સુરત મહાનગરપાલિકાની ટાંકીમાંથી અજાણ્યા યુવક નો મૃતદેહ મળી આવતાં મચી ગયો ચકચાર

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પાલિકાની પાણીની ટાંકીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે તપાસ શરુ કરી છે.સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એસએમસીની પાણીની ટાંકી આવેલી છે. અહી ગતરોજ 6 વાગ્યાની આસપાસ બાળકો રમી રહ્યા હતા. તે દરમ્યાન બાળકોએ લાશ જોઈ હતી જેથી ડર્યા માર્યા બાળકોએ લોકોને વાત કરી હતી. લોકોનું ટોળું અહી ઘસી આવ્યું હતું અને યુવકની લાશ જોઇને ચોકી ઉઠ્યા હતા. બીજી તરફ પોલીસને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પોલીસ તપાસમાં મુતક યુવકની ઉમર આશરે 25 થી 30 વર્ષની હોવાનું અનુમાન છે. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક યુવક કોણ છે તેણે આત્મ હત્યા કરી છે કે, પછી તેની હત્યા કરાઈ છે તે દિશામાં પોલીસ તપાસ શરુકરીછે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આટલી ઉચાઇ પર બનાવવામાં આવેલી ટાંકી પણ ખુલ્લી હાલતમાં છે. જે એક બેદરકારી કહી શકાય છે. અહી બાળકો પણ ઉચાઇ પર આસાનીથી પહોચી રમી રહ્યા છે. બીજી આટલા દિવસથી ટાંકામાં ગરકાવ મૃતદેહવાળું લોકો પાણી પી રહ્યા હતા. હવે ઘટનાની જાણ બાદ ડરનો માહોલ ઉભો થયો છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: