બહેરા મૂંગા બાળકો સરળતાથી ભણી શકે તે માટે સુરત જિલ્લાનાં એક શિક્ષકે બનાવ્યાં લાકડાનાં રમકડાં

બાળકો ને ભણાવવા શિક્ષકોએ અને માતાપિતા એ ઘણી મહેનત કરવી પડતી હોય છે અને જો બાળક મંદબુદ્ધિના હોય કે મુકબધીર હોય તો તેઓનામાં ક્રિએટિવિટી લાવવામાં અંર ભણાવવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. આવા બાળકો માં ક્રિએટિવિટી આવે અને તેઓ સરળતા થી સમજી શકે તે માટે સુરત જિલ્લા ના એક શિક્ષકે રમકડાં બનાવ્યા છે. અને તેઓ આવા બાળકો ને સમજાવવામાં સફળ પણ થયા છે.સુરત જિલ્લાના મહુવા તાલુકા માં કાછોલ ગામનની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જયમીનભાઈ ભાઈ પટેલ એ મંદ બુદ્ધિના બાળકો,મુકબધીર બાળકો અને સામાન્ય બાળકો માટે એવા રમકડાં બનાવ્યા છે.જેનાથી તેઓ સરળતાથી શીખી શકે છે. આ અંગે જયમીનભાઈએ કહ્યું કે”આજકાલ ના બાળકો ડિજિટલ યુગ માં સંવાદશક્તિ,અભિનય ,કળા,જૂથ ચર્ચા નથી કરતા,આ સાથે જ ડિજિટલ યુગ માં તેઓ ની સર્જનશક્તિ પણ ઘટી છે. તેથી પ્રારંભિક તબક્કા માં આ રમકડાં બનાવવા માટે ફક્ત રંગીન એ 4 સાઈઝ ના કાગળ,સ્કેચ પેન અને ગુંદર નો ઉપયોગ કર્યો હતો.ત્યારબાદ જીસીઇઆરટી રમકડામાં સંશોધન કર્યું અને તેને ફોર્મ શીટ માંથી બનવવામાં આવ્યા હતા. જેમાં 3 એમ એમ ફોર્મશીટ ,ફેબ્રિક કલર અને ફેવિકોલ નો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ ટેક્નિકલ એક્સપર્ટ ની સલાહ લઈ રમકડાનેવધારેટકાઉ ,ઇન્ટરેસ્ટિંગ અને ઇકોફ્રેન્ડલી બનવવા2એમએમએમડીએફ અને વિનાઇલ સ્ટીકર વડે ફાઇનલ આકાર આપવામાં આવ્યો. જેને બાળકો પોતાના હાથની ત્રણ આંગળીઓમાં રાખી તેમને પરિચિત હોય તેવી વિવિધ વાર્તાઓનું નાટ્યકારણ સ્વરૂપ માં રજૂ કરે છે.આ રમકડાથી સામાન્ય બાળકો અને મંદ બુદ્ધિ નાં બાળકો નું દિમાગ નો વિકાસ તો થાય જ છે. સાથે તેઓનું ફોક્સ ડેવલોપ થાય છે.સાથે જ આવા બાળકો ની ગ્રીપ પણ જે નબળી હોય પકડ મજબૂત થાયછે.જયારે મુકબધીર બાળકો ઈશારા થી રમતા થયા છે. અને તેઓ આ રમકડાં થકી વાર્તાઓ પણ કરી બતાવેછે.અમેવાઘ ,સિંહ, ઉંદર,શિયાળ,કાચબો ,બિલાડી ,હાથી સસલું ,મગર આ તમામ રમકડાં થકીમંદબુદ્ધિના અને મુકબધીર બાળકો જાતે ક્રિએટિવિટી કરતાં થયાં છે – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: