સુરત માં મદદ કરવાને બહાને ATM કાડૅ બદલી આચરવામાં આવતી ઠગાઈ, ટેબલ ભરાય એટલા કાડૅ મળ્યાં

એટીએમમાં મદદ કરવાનાં બહાને લોકોનાં એટીએમનો પાસવર્ડ જાણી એટીએમ કાર્ડ બદલી નાણા ઉપાડી લેતાં એક ઇસમની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી અલગ અલગ બેંકના 39 એટીએમ કાર્ડ કબજે કરી 5 ગુનાનાં ભેદ ઉકેલી કાઢ્યાં છેએસઓજી પોલીસને બાતમી મળી હતી કે એટીએમમાં લોકોના પાસવર્ડ જાણી મદદના બહાને એટીએમ કાર્ડ બદલી એકાઉન્ટમાંથી નાણા ઉપાડી આંતર રાજ્ય ગુના આચરતો ઇસમ સુરત શહેરમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ડીંડોલી આવાસ ખાતે રહેતા સંતોષ ઉર્ફે રોશન ચંદ્રભાન યાદવને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી અલગ અલગ બેંકના ૩૯ એટીએમ કાર્ડ, ૨૩ હજારની રોકડ, એક ઓબૈલ મળી કુલ ૨૬ હજારની મત્તા કબજે કરી હતીપોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી દરરોજ અલગ અલગ બેંકના એટીએમ સેન્ટરો ઉપર જઈ વોચ ગોઠવી જે એટીએમ સેન્ટરમાં મજુર વર્ગના લોકો કે જેઓને એટીએમ બાબતે ઓછું જ્ઞાન હોય તેવી વ્યક્તિઓ પૈસા ઉપાડવા આવે ત્યારે તેઓની નજીક ઉભા રહી વાતમાં ભોળવી પ્રથમ તે વ્યક્તિનો પાસવર્ડ જોઈ લે અને ત્યારબાદ મદદ કરવાનાં બહાને પોતાની પાસેનું એટીએમ કાર્ડ બદલી લેતો હતો આવી રીતે રોજ બે થી ત્રણ વ્યક્તિઓને ટાર્ગેટ કરતો હતો અને લોકોના એટીએમ થકી પૈસા ઉપાડી લેતો હતો અને બાદમાં તે પૈસા પોતાનાં બેંકમાં ટ્રાન્સફર કરી લેતો હતો.સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જયારે પણ પૈસા ઉપાડવા જાવ ત્યારે એટીએમનો ઉપયોગ કરો ત્યારે ખાસ તકેદારી રાખવી આ ઉપરાંત અન્ય કોઈ ઇસમ બાજુમાં ઉભો હોય ત્યારે તેને દેખાય તે રીતે પાસવર્ડ એન્ટર કરવો નહી,. આ ઉપરાંત અન્ય તકેદારીઓ રાખવી જોઈએ જેથી આવા ફ્રોડથી લોકો બચી શકે – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: