સુરત જિલ્લા પોલીસ અને એનજીઓ નું ઉમદા કાર્ય

ગુજરાતમાં ભલે દારૂબંધીનો કાયદો અમલમાં હોય પણ અહીં ગામડે ગામડે દારૂ મળે છે તે વાત પણ હકીકત છે. દક્ષિણ ગુજરાતમાં ઓલપાડમાં લવાછા ગામે પણ દારૂની બદી સાથે ઘણા લોકો મજબૂરીવશ જોડાયેલાં છે. જોકે આવા લોકોને બહાર કાઢવાનું કામ સુરત જિલ્લા પોલીસ અને સ્થાનિક એનજીઓએ સાથે મળીને કર્યું છે.ઓલપાડ ના લવાછા ગામે મહિલાઓ પણ આ દારૂના ધંધા સાથે જોડાયેલી છે. ઘર પરિવારનું ગુજરાન ચલાવવા અને આર્થિક રીતે મદદ કરવા તેઓ નાછૂટકે આ ધંધા સાથે જોડાઈ છે. ત્યારે આવી મહિલાઓને આ દુષણમાંથી બહાર લાવવા માટે સ્થાનિક એનજીઓ અને સુરત જિલ્લા પોલીસે એક અભિયાન હાથ ધર્યું છે.પ્રાથમિક તબક્કે આ ગામની ૫૦ જેટલી બુટલેગર મહિલાઓને સાથે લઈને તેમને આત્મનિર્ભર બનવાની ટ્રેનીંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેઓને ખાતર બનાવવા, પાપડ વણવા, નાના નાના ગૃહ ઉદ્યોગો જે આ મહિલાઓને આર્થિક મદદ કરી શકે તે માટે તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.જિલ્લાં એસપી ઉષા રાડાનાં જણાવ્યા પ્રમાણે આ ગામની મહિલાઓને તાલીમ આપીને સ્વનિર્ભર કરવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં એનજીઓ સાથે મળીને તેમને પગભર થવા માટે તાલીમ આપવામાં આવશે.

સ્થાનિક એનજીઓનાં અગ્રણીના જણાવ્યાં પ્રમાણે આ ગામની ૫૦ જેટલી બુટલેગર મહિલાઓને અમે તાલીમ આપવાનું શરૂ કર્યું છે. નાના નાના ગૃહ ઉદ્યોગ બાબતે તેઓને ટ્રેનિંગ આપીને તેઓ પરિવારમાં આર્થિક મદદરૂપ થઇ રહે તે માટે અમે કામ કરી રહ્યાં છે. અમે ભવિષ્યમાં તેઓને આ કામમાં આગળ આવવા બેન્ક લોન પણ પ્રોવાઇડ કરીશું.આમ, પોલીસ અને એનજીઓની મદદથી આ એક ઉમદા કાર્ય દારૂના ધંધા સાથે જોડાયેલા લોકોને અને ખાસ કરીને મહિલાઓને તેમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: