સુરત જિલ્લાનાં પલસાણા માં બલેશ્વર થી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાય

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં આવેલ આર્યા ડાઇંગ મિલ નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને કુલ રૂ, 31,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બે વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતાં.પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લાં એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એ.એસ.આઈ અશ્વિનભાઈ ચીમનભાઈ તથા હે.કો ચિરાગભાઈ જયંતિલાલ નાઓને બાતમી મળતા તેમણે પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં આવેલ આર્યા પ્રોસેસર ડાઇંગ મિલની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં રેડ કરી હતી તે દરમ્યાન એક મહિલાબુટલેગર દારૂનોજથ્થોઉતારીત્યાંથીસગેવગેકરવાનીપેરવીમાંહતી.પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની કુલ 312 નંગ બોટલ કિંમત રૂ, 27,600 તથા એક મોબાઈલ સાથે મહિલા બુટલેગરમનીષાબેનઅજયભાઇ પટેલ (ઉ.વ.28) (રહે, નવસારી, મેથીલાનગરી, ઘર નંબર-22, જી-નવસારી) ને ઝડપી પાડી હતી. પોલીસે કુલ રૂ. 31,600 નો મુદ્દામાલ કબ્જે કરી ગોપાલ વાંસફોડા (રહે,પલસાણા) તથા રાકેશ ડોરી (રહે, દમણ) ને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે – રીપોટર – સુનિલ ગાંજાવાલા – સુરત

Leave a Reply

Your email address will not be published.

error: