સુરતમાં વિધર્મીઓને મકાન ભાડે અથવા વેચાણ થી નહીં આપવા ૨૦૦ સોસાયટીઓ એ બનાવ્યું સંગઠન

સુરત શહેરનાં વેસુમાં બિલ્ડરો વિધર્મીઓને મકાન વેચી કે ભાડે આપી ન શકે તે માટે 200 સોસાયટીઓના પ્રમુખ અને સેક્રેટરીએ વેસુ વેલફેર એસોસિએશનની રચના કરી હતી.એસોસિએશનના સભ્ય મુકેશ ભોગરે જણાવ્યું કે, વેસુમાં હિલ્સ હાઇસ્કૂલ પાસે એક પ્રોજેક્ટ ચાલુ છે. જેમાં રોજ 4થી 5 વિધર્મીઓ મકાન જોવા આવે છે. આ બિલ્ડિંગની આસપાસ હિન્દુઓ રહેતા હોવાથી વિધર્મીઓને મકાન આપવાથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. જોકે બિલ્ડરે ખાતરી આપી છે કે અમે કોઈ વિધર્મીને મકાન આપ્યું નથી અને આપીશું પણ નહીંપરંતુ હાલ પ્રોજેક્ટ સાઇટ પર વિધર્મીઓની સતત અવર-જવરને જોતા અમને લાગી રહ્યું છે કે, બિલ્ડર અમને ગુમરાહ કરી રહ્યા છે. મીટિંગમાં નક્કી કરાયું છે કે, હવેથી કોઇ પણ વિધર્મીને મકાન ભાડેથી કે વેચાણથી આપીશું નહીં. વેસુમાં અમુક એવી સોસાયટી છે જ્યાં મકાન અપાયા છે. વેસુમાં પણ અશાંતધારો લાગુ પડે તે માટે કલેક્ટર, પોલીસ -પાલિકા કમિશનર, કોર્પોરેટર, સાંસદ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સીએમને રજૂઆત કરીશું.આ મામલે વોર્ડ-22ના સ્થાનિક કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ જણાવ્યું કે, ‘સ્થાનિકોએ આ બાબતે મને રજૂઆત કરી હતી. જેથી હું પણ મીટિંગમાં જોડાયો હતો. મેં બિલ્ડર સાથે આ બાબતે વાત કરતાં એમણે મને ખાતરી આપતા કહ્યું હતું કે, અમે કોઈ વિધર્મીને મકાન નથી આપ્યું. અમે એવું કોઇ કામ નહીં કરીશું જેના કારણે કોઈની ધાર્મિક લાગણી દુભાય. જોકે, સ્થાનિકોને આ બાબતે આશંકા છે – રીપોટર સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: