સુરતમાં કડોદરા વિસ્તારમાં આવેલ અકળામુખી હનુમાન જી નાં મંદિરે વડાપ્રધાનનાં દીઘૅ આયુષ્ય માટે મહામૃત્યું જય મંત્રનો જાપ કરવામાં આવ્યાં

ગતરોજ પંજાબ ચૂંટણીનાં પ્રચારનો પ્રારંભ કરવા ગયેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાફલાને ખેડૂતોએ રોકતાં રેલી રદ કરવી પડી હતી. જેને લઈને ભાજપ દ્વારા સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા જેના ભાગરૂપે સુરત જિલ્લાં ભાજપ દ્વારા પણ કડોદરા અકળામુખી હનુમાનજીના મંદિરે વડાપ્રધાનના દીર્ધ આયુષ્ય માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી યોગેશ પટેલ, દિપક વસાવા અને જગદીશભાઈ, અંકુર દેસાઇ જેવા સેંકડો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહામંત્રી યોગેશ પટેલે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કોંગ્રેસ દ્વારા જાણીજોઈને સુરક્ષામાં છીંડા રાખી શારીરિક નુકશાન પહોંચાડવાના હતા પરંતુ આપણાં વડાપ્રધાન સાથે સમગ્ર દેશની જનતા હોવાથી કોંગ્રેસની આવી કૃત્યહિન મુરાદ ક્યારે પૂરી થવાની નથી. આ પ્રસંગે અંકુર દેસાઇ દ્વારા પણ પંજાબ સરકાર દ્વારા જે કૂનીતિ દાખવી કૃત્ય કરવામાં આવ્યું છે તેને વખોડવામાં આવી હતી. વડાપ્રધાનના દીર્ધ આયુષ્ય માટે પૂજા અર્ચનાં કરવામાં આવી હતી. રીપોર્ટ – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: