સુરતમાં વિદ્યાર્થીઓ મોતનાં મુખમાં ધકેલાયાં

સુરતમાં ફરી એકવાર કોરોનાનો ચેપ વધ્યો છે. આ વખતે મહામારીએ વિદ્યાર્થીને પોતાની ચપેટમાં લીધા છે. બુધવારે તા.26જાન્યુઆરીના દિવસે શહેરમાં 24 વિદ્યાર્થી આ બિમારીમાં સપડાયા હતા. જેના પગલે મનપા તંત્ર દ્વારા શાળા, કોલેજમાં કુલ 388 કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાયું હતું. શહેરમાં અત્યારે 900થી વધુ વિદ્યાર્થી આ રોગની સારવાર લઈ રહ્યાં છે.બુધવારે સુરતમાં 24 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના પગલેઆવિદ્યાર્થીઓજેસ્કૂલ-કોલેજમાં ભણતા હતા તેના ક્લાસરૂમ્સ બંધ કરાવાયા છે.
સુમન શાળા-ઉધનાએલપીસવાણીસ્કૂલ,એક્સપરિમેન્ટ,એસવીએનઆઈટી કોલેજ, વાડિયા વિમેન્સ કોલેજ જેવા શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ વધુ સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે બુધવારે નવા કોરોના પોઝિટિવનો કુલ આંક ઘટ્યો છે. બુધવારે 1288 નવા કેસ નોંધાયા હતા. તેમજ 4317 દર્દી સ્વસ્થ થયા છે. જોકે, મૃત્યુ આંક વધતા મનપા તંત્ર ચિંતિત બન્યું છે. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત