કોસંબા હાઈવે પર હોટલનાં કમ્પાઉન્ડમાંથી લાખોનો ઈંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

કોસંબા પોલીસે બાતમીનાં આધારે મહુવેજ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આસપાસ આવેલી હોટલ આશીર્વાદનાં કમ્પાઉન્ડમાંથી રૂ.24 લાખનો ઈંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. કોસંબા પોલીસને બાતમી મળી હતી કે, એક મરુન કલરનો એમ.એચ. 04 જેયુ 8621 નંબરનો ટેમ્પો મહુવેજ ગામની નજીક હાઈવેની આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવ્યો છે. અને ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે. જેથી કોસંબા પોલીસે ઘટનાં સ્થળે ધસી જઈ તપાસ કરતાં બાતમીદારની બાતમી સાચી ઠરી હતી. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતાં ટેમ્પોમાંથી રૂ.24,73,000 હજારની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, પોલીસને જોઇને ટેમ્પોચાલક અલ્લારખ્ખા તમાસીખાન ભાગી છૂટ્યો હતો. કોસંબા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ ટેમ્પો મળી રૂ.34,80,000 હજારનો મુદ્દામાલ કબજે લઇને ટેમ્પોચાલક અલ્લારખ્ખા તમાસીખાન (રહે.,ઝાલોર)ને વોન્ટેડ જાહેર કર્યો હતો – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત