સુરતમાં નેતાઓને ખુશ રાખવા માત્ર વરાછા ઝોનમાં વિવિધ કાર્યક્રમો નાં ફોટોસેશન પાછળ થયો લાખોનો ધુમાડો

વિવિધ રાજનૈતિક કાર્યક્રમોમાં લાખોનો ખર્ચ થતો હોય છે. ઘણી વાર આ આંકડો કરોડોમાં પણ સામે આવે છે. રેલીઓ, સભાઓ, ઉદ્ઘાટન કાર્યક્રમ વગેરેમાં પ્રજાના પૈસાથી મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ સુરત શહેરના વરાછા ઝોન-એ માં તો માત્ર ફોટોસેશન પાછળ જ લાખોનો ધૂમાડો કરાયો હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે.મીડિયા અહેવાલમાં મળતી વિગતો અનુસાર માત્ર વરાછા ઝોનમાં વિવિધ કાર્યક્રમોના ફોટોસેશન પાછળ પાંચ લાખનો ખર્ચ કરાયો છે.સેવાસેતુ, ગરીબ કલ્યામ મેળા અને વિવિધ ઉદ્ઘાટન તેમજ ખાતમુહુર્તમાં નેતાઓ સાથે ફોટા પડાવવાની ઘેલછા માત્ર વરાછા ઝોન-એ માં પાલિકાને ૧ – ૨ નહીં પણ ૫ લાખ રૂપિયામાં પડી છે. આ આંકડો માત્ર એક ઝોનનો છે. જો સુરત મહાનગરપાલિકાના ૯ ઝોનની ગણતરી કરીએ તો આ ખર્ચનો આંકડો ક્યાં પહોંચશે તે વિચારવું રહ્યું.અત્રે ઉલ્લેખનીય છેકેઆસપ્તાહમાં મળેલી જાહેર બાંધકામ સમિતિમાં આબિલચુકવણીને મંજુરી પણ આપી દેવાઈ છે. ૧૮મીએ જાહેર બાંધકામ સમિતિએ કામ નં- ૩૮ ની દરખાસ્તને મંજુરી આપી હતી. એજન્ડા પર અધુરી માહિતી સાથેની આ દરખાસ્ત વરાછા ઝોન-એના શહેરી વિકાસ વિભાગે કરેલાં ૫ લાખ રૂપિયાના બિલની જાણ લેવાની હતી. જોકે આ ૫ લાખ રૂપિયા ક્યાં ખર્ચ કરાયા તેના બિલ અને હિસાબ અંગે કોઈ ઉલ્લેખ એજન્ડા પર કરાયો નહતો.જોકે આ ૫ લાખ રૂપિયા કોઈ વિકાસ પ્રોજેક્ટ નિર્માણમાં નહીં પણ સેવાસેતુ, ગરીબ કલ્યાણ મેળાઅનેઉદ્ઘાટનખાતમુહુર્તકાર્યક્રમોમાંઉપસ્થિતી નેતાઓના પાડેલા ફોટોના બિલ પેટે ની ચુકવણી નાં નિકળ્યા છે. આ આંકડો જોઈને કોઈને પણ આશ્ચર્ય થશે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: