સુરતમાં બનેલી યોગી-મોદીના ફોટોવાળી સાડીની ડિમાન્ડ UPમાં વધી

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઇને સુરતની ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને ફાયદો થઇ રહ્યો છે. આ કહેવાનું કારણ છે કે, ચૂંટણી ઉત્તર પ્રદેશમાં છે પણ સુરતનાં સાડીના વેપારીઓનેવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UPનાંમુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટોવાળી સાડીઓ પ્રિન્ટ કરવાનો ઓર્ડર મળ્યો છે.


આ સાડીની કિંમત ૨૦૦ રૂપિયાથી લઇને ૫૦૦ રૂપિયા સુધી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, અત્યાર સુધીમાં ૫૦ હજાર જેટલી સાડીઓનો ઓર્ડર મળ્યો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ બે લાખ કરતા વધારે સાડીના ઓર્ડર મળવાની શક્યતા છે. મહત્ત્વની વાત છે કે, સુરતમાં જે સાડીઓ તૈયાર કરવામાં આવે છે તે દેશમાં અન્ય કોઈ શહેરમાં કરવામાં આવતી નથી. એટલા માટે ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઇને પણ સુરતના વેપારીઓ અને મેન્યુફેક્ચર્સને ઓર્ડર મળી રહ્યો છે. હાલ જે ઓર્ડર મળ્યો છે તે અલગ-અલગ ૨૦ થી ૨૪ જેટલા મેન્યુફેક્ચર્સને મળ્યો છે. 


મહત્ત્વની વાત છે કે, સુરતના મેન્યુફ્ક્ચર્સને જે સાડીનો ઓર્ડર ઉત્તર પ્રદેશથી આપવામાં આવ્યો છે તેમાં PM મોદી અને યોગી આદિત્યનાથનો ફોટો છે જે પણ સાથે-સાથે લખાણ લખવામાં આવ્યું છે કે, જો રામકો લાયે હૈ હં ઉનકો લાયેંગે. UPમેં હમ ફીરશે ભગવા લહરાયેંગે. જે સાડી ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઇને તૈયાર કરવામાં આવી રહી છે તે વેઇટલેસ, રીનીયલ, તર્કી, ચંદેરીઅનેસિલ્કક્રેપમટીરીયલમાંથી તૈયાર કરવામાં આવી રહી છે.ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઇને માત્ર સાડી જ નહીં પણ ટીપી, ઝંડા અને કોટીની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. સુરતના મેન્યુફેક્ચર્સને જે સાડીના ઓર્ડર આવી રહ્યા છે તે ઉત્તર પ્રદેશના ગોરખપુર, જોનપુર અને કાનપુરના અલગ-અલગ શહેરોમાંથી આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઇને સુરતના વેપારીઓને ઓર્ડર મળી રહ્યો હોવાના કારણે વેપારીઓમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સુરતના સાડીના એક મેન્યુફેક્ચર્સનું કહેવું છે કે, દેશના ગમે તે રાજ્યોમાં ચૂંટણી હોય છે પણ સુરતના ટેક્સટાઈલના વેપારીઓને જ ઓર્ડર મળે છે. અત્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી હોવાના કારણે કમળના નિશાનની સાથે PM મોદી અને યોગી આદિત્યનાથના ફોટોવાળી સાડીની બોલબાલા જોવા મળી રહી છે. હજારો સાડીઓ તૈયારી કરવામાં આવી છે અને ફોન પર ઇન્ક્વાયરી પણ આવી રહી છે. આ ઉપરાંત ઓર્ડર મળતા સાડીની ડિમાન્ડ ઝડપથી પૂર્ણ કરવા માટે દબાણ પણ આવી રહ્યું છે. એટલા માટે ઉત્તર પ્રદેશમાંથી જેટલી સાડીનો ઓર્ડર મળે તે તમામ પૂર્ણ કરવા માટેની અમે તૈયારીઓ પણ કરી લીધી છે. સુરતમાં સસ્તામાં સસ્તી અને મોંઘામાં મોંઘી બંને સાડી તૈયાર થાય છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઇને ટેક્સટાઈલ ઉદ્યોગમાં ખૂબ સારી એવી આવક ઉભી થઇ છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: