પાલ-ઉમરા બ્રિજ નજીક તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતીખનન કરી હેરાફેરી કરતી ટોળકીનો સાગરીત ઝડપાયો

પાલ-ઉમરા બ્રિજ નજીક તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતીખનન કરી હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પીસીબીએ પીસીબીએ રેઇડ કરી ટ્ર્ક ચાલકને 45 ટન રેતી, ટ્રક, નાવડી, બે બાઈક અને અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.14.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
જયારે ઓછા ભાવમાં ચોરીની રેતીનો જથ્થો મેળવી ઉંચા ભાવમાંછુટકમાંગ્રાહકોને વેચાણ કરતા ટ્ર્ક ચાલકનાં ભાઈને પીસીબીએ વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીસીબીએ અડાજણ પાલ આરટીઓ કચેરીથી આગળ ન્યુ પાલ-ઉમરા બ્રીજથી પશ્ચીમે આશરે એક કિ.મી.ના અંતરે તાપી નદીના કિનારે રેઈડ કરી ત્યાં મળતીયા દ્વારા નદીના પટમાંથી નાવડાઓની મારફતે ગેરકાયદેસર રેતીખનન કરી ટ્ર્ક ( નં.જીજે-16-ડબલ્યુ-7557 ) માં રેતી સાથે કમલેશ તેજાજી વણઝારા ( ઉ.વ.27, રહે.ડબ્લ્યુએસ આવાસ બિલ્ડીંગ નં.91 એ-1 કોસાડ, અમરોલી, સુરત. મુળ રહે. જોગડાવાસ, પાલી, રાજસ્થાન ) ને ઝડપી લીધો હતો. પીસીબીએ તેની ટ્રકમાંથી રૂ.3.75 લાખની કિંમતની 15 ટન રેતી, રૂ.9 લાખની કિંમતની ટ્ર્ક, નદીના પટ પરથી કોમ્પ્રેશર મશીન ફીટ કરેલી રૂ.2.50 લાખની કિંમતની નાવડી, તાપી નદીમાંથી ગેરકાયદે ખનન કરી કાઢેલી રેતીના રૂ.1.50 લાખની કિંમતના 30 ટન રેતીના છૂટક ઢગલા, બે બાઈક, મોબાઈલ ફોન અને અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.14,53,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પીસીબીએ ઝડપાયેલા ટ્ર્ક ડ્રાઈવર કમલેશની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે અને તેનો મોટો ભાઇ હરીશ ભેગા મળીને ગેરકાયદેસર રીતે તાપી નદીના પટમાંથી નાવડી મારફતે ગેરકાયદે રેતીખનન કરનારાઓની પાસેથી ઓછા ભાવમાં ચોરીની રેતીનો જથ્થો મેળવી ઉંચા ભાવમાં છુટકમાં ગ્રાહકોને વેચાણ કરે છે. પીસીબીએ હરીશને વોન્ટેડ જાહેર કરી આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ જાહેરાત દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: