લોકોની અનેક રજૂઆત બાદ તંત્રનો નિર્ણય

(ગુજરાત – સુરત – તારીખ – ૦૪/૦૧/૨૦૨૨ મગળવાર) 

સુરતના અઠવાગેટ થી મજુરા ગેટ વચ્ચે આવેલા જુનાં આરટીઓ ટ્રાફિક જંકશન આજથી પ્રાયોગિક ધોરણે ખુલ્લુ મુકાયું છે. લોકોની અનેક રજૂઆત બાદ વહિવટી તંત્રએ મોડે મોડેઆ નિર્ણય લીધો છે. જો ટ્રાફિકની સમસ્યા નહીં થાય તો કાયમી ધોરણે ફરીથી જંકશન ખુલ્લુ મુકાશે.સુરત ના સેન્ટ્રલ ઝોનમાં મજુરાગેટ ખાતે ટ્રાફિક જંકશન પાલિકા અને પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. આ જંકશન બંધ થતાં લોકોએ મજુરાગેટ સુધીનો ચકરાવો કાપવો પડતો હતો. લાંબા સમયથી આ જંકશન ખુલ્લુ મુકવા માટે માગણી કરવામાં આવતી હતી. પાલિકાની સ્થાયી સમિતિમાં સભ્ય વ્રજેશ ઉનડકટ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ પાલિકા અને પોલીસ વચ્ચે સંકલન કરવામાં આવ્યું હતું.

આ સંકલન બાદ આજ થી જૂનું RTO જંકશન પ્રાયોગિક ધોરણે ખોલવામાં આવ્યું છે. સૌ શહેરીજનો ટ્રાફિક સિગ્નલ નું યોગ્ય રીતે પાલન કરશે અને જંકશન ખોલવાથી અકસ્માત નહિ સર્જાય તો કાયમી ખુલ્લું રહેશે. આ જંકશન ખુલવાથી અઠવાગેટ નું ટ્રાફિક ભારણ પણ હળવું થશે તેમજ સ્થાનિકો ને રાહત થશે.આ જંકશન ખુલ્લુ મૂકવાને કારણે અઠવાગેટ કે નાનપુરા તરફ થી આવતા વાહનોએ મજુરાગેટ સુધી નું અંતર કાપવાનું રહેશે નહીં. આ જંકશન ખુલ્લું મુકતા અનેક લોકોને રાહત થઇ છે. જો લોકો નિયમોનું પાલન કરે અને અહીં ટ્રાફિકની સમસ્યા નહીં ઉદ્ભવે તો કાયમ માટે આ જંકશન ખુલ્લું રાખવામાં આવશે. રીપોટ – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: