સુરત માં પલસાણાંની પ્રોસેસિંગમાં મિલ માં લાગેલી ભીષણ આગ

પ્

સુરતનાં પલસાણામાં આવેલી મિલમાં ગુરૂવાર સવારેભીષણ આગ લાગી હતી.જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મહત્વનું છે કે, સોમીયા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ ફેકટરીમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે લાગેલી આગ એટલી ભીષણ હતી કે, મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે પલસાણા તાલુકા બારડોલી, સચિન, સુરત,બારડોલી, વ્યારા સહિતની ફાયર સ્ટેશનની ગાડીઓ આગ ઉપર કાબૂ મેળવવા પહોંચી હતી.પ્રોસેસિંગની મિલમાં આગ લાગતાની સાથે જ આખે આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હોય તેવા દ્રશ્યો જોવાં મળ્યાં હતાં. 

આગ એટલી વિકરાળ હતી કે, આસપાસની મિલો પણ બંધ કરી દેવામાં આવી હતી. આગની જ્વાળાઓના કારણે આસપાસના યુનિટોને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી હતી. ફાયર વિભાગની ગાડીઓ અંદાજે ચારથી પાંચ કલાકના સમય સુધી સતત આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.સુત્રોનાં જણાવ્યા અનુસાર પલસાણા ખાતે સોમ્યા પ્રોસેસિંગમિલમાં લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા છે. સવારથી ત્રણ લોકો લાપતાં હતા.ઓફિસમાં ફર્નિચરનું કામ કરતા ત્રણ લોકોનાં મોત થયા છે. ૧૧ કલાકનીજહેમત બાદ ત્રણેય લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. રીપોટ – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: