સુરત ની શાળા “માધવરાવ ગોલવલકર ” પ્રાથમિક શાળા ક્ર ૨૨૩ અને ” ડૉ. કે. બી. હેડગેવાર ” શાળા ક્રમાંક ૨૬૪ વચ્ચે શિક્ષક અને શિક્ષણ આદાન પ્રદાન કાર્યક્રમ

જય ભારત સાથે જણાવાંનું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ની શાળા “માધવરાવ ગોલવલકર ” પ્રાથમિક શાળા ક્ર ૨૨૩ અને ” ડૉ. કે. બી. હેડગેવાર ” શાળા ક્રમાંક ૨૬૪ વચ્ચે શિક્ષક અને શિક્ષણ આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત શાળા ટ્વિનિંગ કાર્યક્રમો વર્ચ્યુઅલ માધ્યમ થકી યોજાયો . ધોરણ ૬ થી 8ની શાળાઓમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણના નવા અભિગમ તેમજ અન્ય શાળાનું વાતાવરણ અન્ય શાળાના વિદ્યાર્થીઓ સાથે આદાન પ્રદાન કરવાની પણ તક મળી છે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, microsoft teams, શાળા ગાર્ડન, રમત ગમત પ્રવૃત્તિ, શાળા પુસ્તકાલય અને શીખવાની વિવિધ પ્રવૃત્તિઓનું  આદાનપ્રદાન કરવામાં આવ્યું. જે વિદ્યાર્થીઓ માટે ઘણી જ લાભદાયી બની રહેશે તેમજ બંને શાળાના આચાર્યોએ જણાવ્યું હતું ટ્વિનિંગ પાર્ટનરશીપ એન્ડ ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ નો આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ માટે નવિન્યતા સભર સંભારણું બની રહેશે. આ કાર્યક્રમમાં માઈક્રો સોફ્ટ ટીમ વર્ચ્યુઅલ એપ માં ૧૭૫ જેટલા બાળકો અને શિક્ષકો જોડાયા હતાં

Leave a Reply

Your email address will not be published.

error: