સુરતમાં વરાછા હીરા બજાર સર્કલ પાસે ખાનગી બસનાં AC માં બ્લાસ્ટ થતાં આગની ઘટનાં ઘટી

ગુજરાતવાસીઓનાં હૈયા હચમચાવી દેતી ઘટનાં સુરતમાં ઘટી છે. ગત મોડી રાત્રે હીરાબાગ સર્કલ પાસે બનેલી કરુણ ઘટનામાં સુરતથી ભાવનગર જતી રાજધાની ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં અચાનક આગ લાગતાં બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકો દાઝી જતા સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.આ ઘટનમાં ફાયર બ્રિગેડે દોડી જઈ આગ બુજાવી હતી.કેટલાક લોકો સ્લીપર કોચ બસનાં ઇમરજન્સી ડોરમાંથી બહાર નીકળ્યા હતા, જોકે મૃતકો બારીમાંથી નીકળવા જતાં જ અટવાઈ ગયાં હતાં. ખાનગી બસમાં પહેલા શોટ સર્કિટથી આગ લાગી હતી અને બાદમાં એસીના કમ્પ્રેશનમાં બ્લાસ્ટ થતા આગ વિકરાળ બની હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે કાપોદ્રા પોલીસે વધુ તપાસહાથધરીછે.ફાયરબ્રિગેડનાં જણાવ્યાં અનુસાર બનાવમાં ૨ લોકોનાં મોત નિપજ્યાં છે. 

ઞૂઢૂઙતો બસમાં બે વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. આ બન્નેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યાં હતાં અને રાહદારીઓ અવાચક થઇ ગયાં હતાં. રાજધાની સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પાણી મારો શરૂ કરી દીધો હતો, પરંતુ ૨ જેટલા લોકોને બચાવી શકાયાં ન હતા. ઘટનાં અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.માનવામાં આવે છે કે, ભાવનગર જવાં નીકળેલી લકઝરી બસમાં શોર્ટસર્કિટ થયું હતું. આગ લાગ્યાં બાદ તરત જ બસના પાછળનાં ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં ૧x૨ ની વ્યવસ્થાની સ્લિપિંગ એસીની વ્યવસ્થાં હતી. જમણી બાજુ પાછળનાં ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા. જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતાં આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઉતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતામાં જ જીવતી સળગી ગઈ હતી. જ્યારે એક યુવાન અને યુવતી ફટાફટ ઉતરી ગયાં હતાં. બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેનાં પણ યુનિટ્સ આપેલા હતાં. શક્યતા છે કે તેના કારણે પહેલાં શોર્ટસર્કિટ થયું અને પછી આગ લાગી હતી. આગ લાગતા ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું હોવાનું અનુમાન છે. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીના કારણે આગ વધુ ફેલાઈ હોય તેવું પણ તારણ છે.ઘટનાક્રમ મુજબ બસ ભાવનગર જવા માટે નીકળી હતી, વરાછા રોડ પર બસ જઈ રહી હતી ત્યારે જ બસના પાછળના ભાગમાં પ્રથમ હળવી આગ લાગી હતી. જે અંગે એક બાઈક સવાર યુવકે બસ ચલાવી રહેલા ડ્રાઈવરને ઈશારો કર્યો હતો કે પાછળ આગ લાગી છે. ત્યારે બસ હીરાબાગ નજીક પહોંચી હતી. જેથી તુરંત જ ડ્રાઈવરે બસ રોકી દીધી હતી. જોકે એટલી વારમાં જ એસીનાંકમ્પ્રેશનમાં બ્લાસ્ટ થતાં આગે વિકરાળ રૂપધારણ કરી લીધું હતું. રીપોટર સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: