સુરતમાં રોષે ભરાયેલાં લોકોએ સિટી બસને સળગાવી દીધી

સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા લોકોને ટક્કર મારવામાં આવી હોવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. તો ક્યારેક અકસ્માતની ઘટના બાદ લોકો એ બસ પર પથ્થરમારો કર્યો હોવાનું પણ સામે આવે છે. ત્યારે સુરતનાં સરથાણા જકાતનાકાથી થોડા અંતરે આવેલાં ડાયમંડ નગર નજીક એક સિટી બસનાં ચાલકે એક યુવકને ટક્કર મારી હતી. તેથી રોષે ભરાયેલાં રાહદારીઓ અને સ્થાનિક લોકોએ રોષે ભરાઈને સિટી બસમાં આગ લગાવી દીધી હતી.આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને કરતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ બસમાં લાગેલી આગ પર કાબુ મેલ્યો હતો. તો બીજી તરફ પોલીસે દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ત્રણ લોકોની અટકાયત કરી હતી અને વધુ લોકોની શોધખોળ શરૂ કરી છે.રિપોર્ટ અનુસાર શુક્રવારના રોજ મોડી રાત્રે એક સિટી બસ સરથાણા જકાતનાકાથી કામરેજ તરફ જઈ રહી હતી. તે સમયે ડાયમંડ નગર નજીક એક યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે આ બસે યુવકને ટક્કર મારી દીધી હતી. બસની ટક્કરના કારણે આ યુવક રસ્તા પર પટકાતા તે બેભાન થઇ ગયો હતો. આ ઘટનાને લઇને આસપાસનાં સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોએ બસની ટક્કરથી ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તો બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ સિટી બસમાં આગ લગાવી દીધી હતી.બસમાંઆગલગાવવામાં આવી હોવાની ઘટનાની જાણ કામરેજ ફાયર સ્ટેશઅધિકારી પ્રવીણ પટેલને રાત્રે ૯:૩૦ વાગ્યે થઇ હતી. તેથી ફાયર અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી ફાયરનાં જવાનોને ઘટનાં સ્થળ પર મોકલવામાં આવ્યાં હતા. ફાયરના જવાનોએ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચીને સળગી રહેલી બસ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.તો બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ બસ સળગાવી હોવાની ઘટનાની જાણ સરથાણા પોલીસ સ્ટેશના PIને થતા તેઓ પણ પોતાના સ્ટાફની સાથે ઘટનાં સ્થળ પર પહોંચ્યાં હતા. પોલીસ કર્મીઓ દ્વારા ઘટનાં સ્થળ પર પહોંચીને ટોળાને વિખેરીને બસમાંઆગલગાવનારાઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાનાં ફૂટેજની તપાસ કરીને ૬ લોકોને અઈડેન્ટીફાઈ કર્યા હતા અને ત્યારબાદ ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ ઘટનામાં બસ બળીને ખાક થઇ ગઈ હતી. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: