સુરતમાં કોરોનાં નાં વધતાં જતાં કેસને કારણે કાપડ ઉદ્યોગને ૬ હજાર કરોડનો ફટકો

શહેરમાં  કોરોનાંનું સંક્રમણ વધતાં ફરી એકવાર કાપડ ઉધોગને  માઠી અસર પહોંચી છે. આગામી દિવસોમાં લગ્નસરાની સીઝનને લઇને વેપારીઓ દ્વારા મોટો જથ્થો તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાં નાં કેસો વધતાં અન્ય રાજ્યોનાં ૭૦ ટકા ઓર્ડરોરદથયાંછે.જેનેલઈનેવેપારીઓને ૬ હજાર કરોડનું નુકશાન થયું છે.સુરતમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઈ છે. જેની અસર કાપડ ઉદ્યોગને થઇ છે. આ અગાઉ કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં પણ કાપડ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું અને હવે ત્રીજી લહેરમાં પણ વેપારીને નુકશાન થઈ રહ્યું છે. કોરોના સંક્રમણની ભીતિને જોતા અન્ય રાજ્યમાંથી ખરીદી માટે આવતાં વેપારીઓ ટ્રાવેલિંગ કરવાનું ટાળી રહ્યાં છે. જેથી વેપારીઓએ સુરત આવવાં માટેની ટિકિટો રદ કરી છે

હાલમાં ઉતરાયણ બાદ લગ્ન સીઝન શરુ થઇ રહી છે અને ૧૫ જાન્યુઆરીથી લઈ ફેબ્રુઆરી અંત સુધીમાં વેપારીઓ ૬ હજાર કરોડનો વેપાર કરતા હતા. જેને લઈને વેપારીઓએ મોટા પ્રમાણમાં જથ્થો તૈયાર કર્યો હતો. પરંતુ ૭૦% કરતા વધુ ઓર્ડરો રદ થયા છે. જેને લઈને આ સતત બીજી વખત લગ્ન સીઝનમાં વેપારીઓને ૬ હજાર કરોડનું નુકશાન થયું છે.ક્રિસમસ અને પોંગલની સીઝનમાં પણ કાપડ માર્કેટનાં વેપારને અસર પહોચી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા વધારવામાં આવેલા GSTનાં દરને લઈ વિરોધના પગલે કાપડનો વેપાર થઇ શક્યો ન હતો. હવે આગળ આવી રહેલી લગ્ન સીઝનમાં કોરોનાની ત્રીજી લહેર ગ્રહણ બની છે. જેને લઇને કાપડ ઉદ્યોગની હાલત કફોડી બની છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: