સુરતમા વિવિંગ ઉદ્યોગમાં કારીગરોની સમસ્યા યથાવત : રૃા.૩૦-૩૫ હજાર પગારની ડિમાન્ડ

સુરતમા વિવિંગ ઉદ્યોગમાં કારીગરોની સમસ્યા કાયમી જેવી થઈ ગઈ છે. વેકેશન દરમિયાન અચૂકપણે વતન જતો કારીગર બબ્બે મહિનાનું વેકેશન પાડે છે. પગાર ધોરણ ખૂબ ઊંચું હોવાથી, કારીગર વારંવાર રજા પાડે છે. હવે તો કારીગર ફ્લાઇટમાં ફરતો થયો છે.કારીગરોને ગમે તેટલા સાચવવાના પ્રયત્ન કરવામાં આવે, છતાં કારીગરો કોઈને ગાંઠતા નથી. વિવિગ ઉદ્યોગ સાથે સંકળાયેલો મોટાભાગનો કારીગર વર્ગ ઓરિસ્સાવાસી છે. મન ફાવે ત્યારે વતન ઉપડી જવું અને પોતાની રીતે લાંબુ વેકેશન ભોગવવું એક સહજ વાત બની ગઈ છે.અમુક વિસ્તારમાં કારીગરો મહિનાની મજૂરી રુ.૨૫ હજાર મળે તો પણ કામ કરવા તૈયાર થતાં નથી. રુ. ૩૦ થી ૩૫ હજારનો પગાર જોઈએ છે. જેકાર્ડની ફેન્સી ક્વોલિટીમાં તો, અમુક કારીગરોનો પગાર રુ. ૪૫ હજાર સુધી થઈ ગયો છે.

આવા કારીગરો હવે વતન જવા માટે સુરતથી અમદાવાદ જઈને ભુવનેશ્વરની ફ્લાઈટ પણ પકડે છે.કારીગરોની સમસ્યા વિવિંગ ઈન્ડસ્ટ્રીઝમાં પહેલેથી જ છે. કારીગરોનો નખરાં એટલાં છે કે, કારખાનેદારો કશું કરી શકતા નથી. સામાન્ય રીતે વરસમાં બે વેકેશન પાડતાં થયેલાં કારીગરો ત્રણત્રણ ચચ્ચાર વખત વતન રજા માણવા માટે ઉપડી જાય છે. પરત ક્યારે થવું એ કારીગરની મૂનસુફી ઉપર છે, એમ કારખાનેદારે વાતચીત જણાવ્યું હતું.કોરોના કાળ પછી પરિસ્થિતિમાં સુધારો થતાં અને એકમો શરૃ થયાં પછી સંખ્યાબંધ કારખાનેદારોએ કારીગરોને વતનથી પરત લાવવા માટે વિમાન ભાડા ખર્ચા હતાં અને સ્પેશિયલ લક્ઝરી બસો મોકલી હતી. કેમકે કારખાનેદારોને કારીગરો વિના ચાલી શકે એમ જ નથી. વિવિગ ઉદ્યોગમાં ઓટોમાઇઝેશન થયું છે. તેમછતાં કારીગરોની જરૃરિયાત ઓછી થઈ નથી – રિપોર્ટર – અભિષેક પાનવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: